બાંદ્રા વરલી સી લિંક પર શનિવારે મધ્યરાત્રીએ દારુના નશામાં ધૂત ૩૦ વર્ષીય વેપારીએ વાહન પરનો કાબુ ગુમાવી બેસતા કાર સીધી જ ડિવાઈડર સાથે અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વેપારી અને તેના અન્ય બે સાથીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતને કારણે બે કલાક સી લિંક પર વાહન વ્યવહાર ખોરવાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના મધ્યરાત્રીએ ૧.૪૫ વાગ્યાની આસપાસ બની હતી. જેમાં ઘાટકોપર પશ્ચિમનો ૩૦ વર્ષીય વેપારી હેતુલ રામજીયાણી સહિત તેના બે મિત્રો ૩૨ વર્ષીય અને ૪૭ વર્ષીય આ ત્રણેય ઘાયલ થયા હતા.
ઘાટકોપર પશ્ચિમમાં રહેતા ૩૦ વર્ષીય હેતુલ રામજીયાણીના અનુક્રમે ૩૨ અને ૪૭ વર્ષીય બે મિત્રો કચ્છથી આવ્યા હતા. ત્રણેય ઘાટકોપરથી દક્ષિણ મુંબઈમાં ફરવા અને રાત્રિભોજન માટે નીકળ્યા હતા. મધ્યરાત્રીએ તેઓ ત્રણેય હાજી અલી વિસ્તારથી લિંક રોડ પરથી ઘાટકોપર પરત ફરી રહ્યા હતા.

જેમાં બાદ્રા વરલી સી લિંક માર્ગ પરથી પરત ફરતી વખતે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી બેસતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર રમત્રણેય મુસાફરોને ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ વરલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બાદ પંચનામુ કરીને ત્રણેય ઘાયલોને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તબીબી પરીક્ષણોમાં ંકન્ફર્મ થયું હતું કે ઘટના સમયે કાર ચાલક દારુના નશામાં ધૂત હતો. આ અકસ્માતને કારણે સી લિંક પરનો વાહન વ્યવહાર બે કલાક સુધી ખોરવાયો હતો. જેમાં ટ્રાફિક પોલીસે સોશિયલ મિડીયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અહીં અકસ્માતને કારણે સી લિંક પરનો વાહન વ્યવહાર ધીમી ચાલી રહ્યો છે.
આ બાદ અસરગ્રસ્ત સફેદ સ્કોડા એસયુવીને માર્ગ પરથી દૂર કરવામાં આવી હતી અને બે કલાક બાદ પોલીસે આ માર્ગ પર ટ્રાફિક પુનઃસ્થાપિત કર્યો હતો. પોલીસે આ મામલે બેદરકારીથી વાહન ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
