મુંબઈ પોલીસે કોઇ પણ ભાંગફોડના પ્રયાસને રોકવા માટે એક મહિના માટે ડ્રોન, રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ ઍરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સ અને હૉટ ઍર બલૂન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રતિબંધાત્મક આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો છે, જે 4 એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે.

આદેશ મુજબ આતંકવાદીઓ અને અસામાજિક તત્ત્વો તેમના હુમલા અને અને વીવીઆઇપીઓને નિશાન બનાવવા ડ્રોન, રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇ ઍરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સનો ઉપયોગ કરી શકે છે, લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે, જાહેર મિલકતોનો નાશ કરી શકે છે. એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
