મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અંધેરી વિસ્તારમાંથી પાંચ ગુંડાની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 7 પિસ્તોલ જપ્ત કરવામાં આવ્યાં છે. આ ગુંડાઓ વિવિધ રાજ્યોથી મુંબઈ આવ્યા હતા અને કોઈ મોટા ગુનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુંડાઓ બિશ્નોઈ ગેંગના છે અને મુંબઈમાં એક સેલિબ્રિટીને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. અમે હથિયારો સાથે શહેરમાં તેમની હાજરી પાછળના હેતુઓની તપાસ કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. આ ગુંડાઓને સુમિત દિલાવર, શ્રેયાંશ યાદવ, દેવેન્દ્ર સક્ષેણા, વિવેક સાહા અને વિકાસ ઠાકુર તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત વિવિધ રાજ્યોથી મુંબઈ આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીઓનો મુંબઈમાં કોઈ સ્થાનિક સંબંધ નહોતો અને તેઓ વિવિધ રાજ્યોમાંથી પ્રવાસ કરી ચૂક્યા હતા, સંભવતઃ મોટા ગુનાહિત નેટવર્કના ભાગરૂપે તપાસ ચાલી રહી હોવાથી વધુ વિગતો બહાર આવવાની અપેક્ષા છે. નોંધનીય છે કે બિશ્નોઈ ગેંગ અભિનેતા સલમાન ખાનની પાછળ પડી હોવાથી તેની સુરક્ષામાં વધારો કરાયો છે. બિશ્નોઈ ગેન્ગના ગુંડાઓ એકસાથે સાત પિસ્તોલ સાથે મુંબઈમાં પહેલી જ વાર ઝડપાયા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
