મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘એક રાજ્ય, એક નોંધણી’ પહેલ હેઠળ ઓનલાઈન મિલકત નોંધણી સિસ્ટમ શરૃ થઈ રહી છે. આગામી તા. પહેલી મેથી, મિલકત ખરીદનારાઓ અને વેચાણકર્તાઓને હવે સબ-રજિસ્ટ્રાર આફિસમાં જવાની જરૃર રહેશે નહીં, મિલ્કત નોંધણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવશે.
મહારાષ્ટ્રના સ્થાપના દિવસ પહેલી મેથી, રાજ્યના કોઈપણ જિલ્લામાંથી, ગમે ત્યાંથી મિલકત નોંધણી કરાવી શકાય છે. હાલમાં, વ્યક્તિઓને મિલકત રજીસ્ટ્રેશન માટે સરકારી કચેરીઓની મુલાકાત લેવી પડે છે, અને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે સ્ટેમ્પ્સ અને રજીસ્ટ્રેશનના મહાનિરીક્ષકે એક ઓનલાઈન મિલકત રજીસ્ટ્રેશન પ્રણાલી રજૂ કરી છે, જેનાથી મિલકત વ્યવહારો મહારાષ્ટ્રમાં ગમે ત્યાંથી ઓનલાઇન થકી હાથ ધરી શકશે.

મંત્રીએ નવી સિસ્ટમના ફાયદાઓ વિશે વિગતવાર જણાવતા કહ્યું કે, પુણેમાં રહેતી વ્યક્તિ નાગપુરમાં મિલકત રજીસ્ટર કરાવી શકે છે, અથવા તેનાથી વિપરીત, ભૌતિક હાજરી વગર કરી શકે છે. આ ફેસલેસ પ્રક્રિયા આધાર ચકાસણી અને આવકવેરા દસ્તાવેજો દ્વારા સરળતાથી હાથ ધરાશે.
ઓનલાઈન નોંધણી પ્રણાલી શરૃઆતમાં મુંબઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૃ કરવામાં આવી હતી અને હવે પહેલી મેથી રાજ્યભરમાં તેનો અમલ કરાશે. મહેસૂલ વિભાગના એક વરિ અધિકારીએ ખુલાસો કર્યો કે મહારાષ્ટ્રની ૫૧૯ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ રાજ્યની અંદર કોઈપણ સ્થળેથી મિલકત નોંધણીની સુવિધા આપશે, જેનાથી કચેરી ખાતે ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે.આ પ્રક્રિયામાં સમય વધશે અને પારદશતા વધશે.

વધુમાં, આ પહેલથી સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી દ્વારા રાજ્યની આવકમાં વધારો થવાની અપેક્ષા છે, ગુડઝ એન્ડ ટેક્સ (જીએસટી)અને વેટ પછી પ્રોપર્ટી રજિસ્ટ્રેશન તથા સ્ટેમ્પ ડયૂટી આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
સરકારે ૨૦૨૪-૨૫ માટે સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીમાં રૃ.૫૦,૦૦૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને વર્ષ ૨૦૨૫- ૨૬ માં રૃ.૬૦,૦૦૦ કરોડ ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
