મહારાષ્ટ્રના અકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-2)ના ઓડિટમાં એવો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે કે અંધેરી આરટીઓ ઓફિસ દ્વારા 2023-24માં 1.04 લાખ ડ્રાઈવિંગ લાઈસન્સ કાર અને ટ્રકનાં લાઈસન્સનો માટે સમાન બાઈક નંબરનો ઉપયોગ કરીને જારી કર્યા હતા. આ અહેવાલ સમાજસેવક બીનુ વર્ગીસે મેળવ્યો છે. મોટા પાયે આ છેતરપિંડી છતાં વરિષ્ઠ અધિકારીઓએ કોઈ પગલાં લીધાં નથી.

આ સૂચવે છે કે 1.04 લાખ લોકોએ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રાપ્ત કર્યા છે. આ ધ્યાનમાં લેતાં લાખ્ખો અપાત્ર ડ્રાઈવરો રસ્તાઓ પર વાહન ચલાવી રહ્યા છે, જે અન્યો માટે ખતરો છે. આ તો ફક્ત અંધેરી આરટીઓના આંકડા છે. મહારાષ્ટ્રમાં 53થી વધુ આરટીઓ કાર્યાલય હોવાથી કેટલા ડ્રાઈવરો યોગ્ય ટેસ્ટ આપ્યા વિના રસ્તાઓ પર વાહન ચલાવી રહ્યા હશે તેનો અંદાજ લગાવવામાં આવે તો રૂવાડાં ઊભાં થઈ જાય છે.

ફરજિયાત ડ્રાઈવિંગ ટેસ્ટ પછી ડ્રાઈવિંગ લાઈસન્સની અરજીની પ્રક્રિયાની દેખરેખ રાખતા સારથિના ઓનલાઈન ડેટા થકી 1.04 લાઈસન્સના અડસટ્ટે ઓડિટમાં આ કૌભાંડ બહાર આવ્યું છે. સ્કૂટરથી લઈને ક્રેન સુધીનાં વાહનોની અલગ અલગ શ્રેણી માટે ટેસ્ટ હાથ ધરવા વારંવાર ટુ-વ્હીલર અને કારનો સમાવેશ ધરાવતાં ચાર વાહનોની વિગતો બહાર આવી છે, જેની પર 76,354 ડ્રાઈવિંગ લાઈસન્સ જારી કરાયાં હતાં. આમાંથી 41,093 લાઈસન્સ બે ટુ-વ્હીલર પર અને 35,261 લાઈસન્સ બે ફોર-વ્હીલર પર જારી કરાયાં હતાં. દેખીતી રીતે જ કટકી લઈને આંખ બંધ કરીને આ લાઈસન્સ જારી કરાયાં હતાં.

ઓડિટમાં એવું જાણવા મળ્યું છે કે કેટલાક કિસ્સામાં ટુ-વ્હીલર વાહન પર ટેસ્ટ હાથ ધરાયા, પરંતુ લાઈટ મોટર વેહિકલ (એસએમવી) માટે લાઈસન્સ જારી કરાયાં. આ જ રીતે અમુક કિસ્સામાં એલએમવી પર ટેસ્ટ કરીને ટુ-વ્હીલર માટે લાઈસન્સ જારી કરાયાં હતાં. અમુક કિસ્સામાં કાર કે ટુ-વ્હીલર પર ટેસ્ટ લઈને થ્રી-વ્હીલરનાં લાઈસન્સ જારી કરાયાં હતાં. દેશભરમાં વાર્ષિક 1.20 કરોડ ડ્રાઈવિંગ લાઈસન્સ જારી કરાયાં છે. અંધેરી આરટીઓનો દાખલો જોઈએ તો આખા દેશમાં કેટલાં બોગસ લાઈસન્સ પર ડ્રાઈવરો વાહન ચલાવી રહ્યા છે તે વિચાર માત્ર ભયભીત કરનારો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us