નવી મુંબઇમાં પહેલી એપ્રિલથી પ્રોપર્ટી ટ્રાન્સફર ચાર્જિસમા પચાસ ટકા સુધીનો વધારો નોંધાયો છે. ૨૦ ચોરસ મીટર સાઇઝ સુધીના રેસિડેન્શિયલ પ્લોટસની ટ્રાન્સફર ફી રૃા. ૨૭,૦૦૦થી રૃા. ૭૭,૦૦૦ સુધીની ટ્રાન્સફર ફી રાખવામાં આવી છે.
રજિસ્ટર કરાયેલી હાઉસિંગ સોસાયટીઓના ફ્લેટમાલિકો અને દુકાનોની ટ્રાન્સફર ફીમાં પચાસ ટકાનો વધારો કરાયો છે. જે પ્રોપર્ટી ધારકોએ પહેલી એપ્રિલ અગાઉ ટ્રાન્સફર માટે અરજી કરી હોય તેમને જૂની ટ્રાન્સફર ફી જ લાગુ પડશે તેવું સિડકોના એક અધિકારીએ કહ્યું હતું. ૨૦૦ ચોરસ મીટરથી વધુ સાઇઝ ધરાવતા પ્લોટસ માટે પ્રતિ ચોરસ મીટર રૃા. ૧,૧૧,૧૦૦ અને રૃા. ૨,૩૧,૦૦૦ના દરે ટ્રાન્સફર સુધીની રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર ટ્રાન્સફર ફીઝ પ્રતિ સ્કવેર મીટર રૃા. ૨૬,૭૦૦ લાગુ પડશે. ૨૦૦ ચોરસ મીટરથી વધુ કોમર્શિયલ પ્રોપર્ટી દર પ્રતિ ચોરસ મીટર રૃા. ૫,૮૪,૬૦૦નો દર લાગુ પડશે. કોમર્શિયલ પ્રોપર્ટીની ટ્રાન્સફર ફી ઓછામાં ઓછી રૃા. ૧,૯૩,૪૦૦ પ્રતિ ચોરસ મીટર રહેશે.

સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવેલોપમેન્ટ કોર્પોરેશનનો પ્રોપર્ટી ટ્રાન્સફર ફીઝનો મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે. ૧૯૯૨થી નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)એ ઈન્ફ્રાસ્ટ્રકચર મેઇનટેનન્સ સંભાળે છે. જો સિડકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંભાળતું નથી તો ફીઝ શાને માટે લેવામાં આવે છે તેવો પ્રશ્ન રહેવાસીઆ ઉઠાવી રહ્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
