મુંબઈ મહાપાલિકાએ પ્લાસ્ટિક વિરુદ્ધ ઉગામેલું કાર્યવાહીનું શસ્ત્ર બુઠું સાબિત થયું છે. કાર્યવાહી પછી પણ પ્લાસ્ટિક વેચાણ અને ઉપયોગ પર ઝાઝી અસર થઈ ન હોવાનું દેખાય છે. છેલ્લા બે મહિનામાં મુંબઈમાંથી 2 હજાર 312 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું અને 37 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
પ્લાસ્ટિકના ઉપયોગ માટેના દંડ બાબતે નવું ધોરણ હજી વિલંબિત હોવાથી પ્લાસ્ટિક બંધી ફક્ત કાગળ પર જ રહી છે. મુંબઈમાં 26 જુલાઈ 2005ના આવેલા મહાપુર માટે પ્લાસ્ટિકની થેલીઓ કારણભૂત હતી. એ પછી 50 માઈક્રોન કરતા ઓછી જાડાઈની પ્લાસ્ટિક થેલીઓ પર બંધી મૂકવામાં આવી અને 50 માઈક્રોન કરતા ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ વેચનારા પર અથવા એ રાખનારા પર મુંબઈ મહાપાલિકા તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી. કોરોનાના સમયમાં આ કાર્યવાહી ઠંડી પડી.

જો કે મહાપાલિકાએ 1 જુલાઈ 2022થી બંધી મૂકેલા પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ ફરીથી શરૂ કરી. એ અનુસાર લાયસંસ વિભાગની વોર્ડ મુજબની ટીમ બજાર, દુકાનોની મુલાકાત લઈને બંધી મૂકેલું પ્લાસ્ટિક જપ્ત કરીને દંડ વસૂલ કરવા માંડી. આ કાર્યવાહી સતત ચાલુ છે છતાં એના પર પૂર્ણપણે અંકુશ આવ્યો નથી. 3 જાન્યુઆરી 2025ના મુંબઈ મહાપાલિકા મુખ્યાલયમાં એમપીસીબી સાથે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે મહાપાલિકા કાર્યક્ષેત્રમાં હવાની ગુણવત્તા, ઘનકચરો, સિંગલ યુઝ પ્લાસ્ટિક વગેરે પર્યાવરણ બાબતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
