લગ્નસંબંધી વેબસાઈટ પરથી મિત્રતા કર્યા પછી લગ્નની લાલચે યુવતી સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના થાણે જિલ્લામાં બની હતી. વિવિધ કોરણો રજૂ કરી યુવાને ૩.૪૨ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શ્રીનગર પોલીસના જણાવ્યા મુજબ મુલુન્ડમાં રહેતા ૩૭ વર્ષના આરોપીની મેટ્રિમોનિયલ વેબસાઈટના માધ્યમથી નવેમ્બર, ૨૦૨૩માં મધ્યપ્રદેશનાં નરસિંહપુરમાં રહેતી ૩૬ વર્ષની યુવતી સાથે ઓળખાણ થઈ હતી.
લગ્ન કરવાની ખાતરી આપી યુવાન થાણે જિલ્લાની વિવિધ હોટલમાં યુવતીને સમયાંતરે લઈ જતો હતો. આ સમય દરમ્યાન તેણે યુવતી પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો એવું ફરિયાદમાં જણાવાયું હતું.

યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે યુવાને એક વાર તેના જન્મદિનની ઉજવણી માટે યુવતીને બોલાવી હતી અને ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વિવિધ કારણો રજૂ કરી તેણે યુવતી પાસેથી ૩.૪૨ લાખ રૂપિયા પડાવ્યા હતા.
લગ્ન અંગે પૂછીને યુવતીએ તેના રૂપિયા પાછા માગતાં યુવાને ખરાબ પરિણામ ભોગવવાની કથિત ધમકી આપી હતી. યુવાને એવી પણ ચીમકી આપી હતી કે તે આપઘાત કરશે અને તેણીને સંડોવતી સુસાઈડ નોટ મૂકી જશે.
આ પ્રકરણે યુવતીએ શ્રીનગર પોલીસમાં ફરિયાદ કરતાં શનિવારે આરોપી વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ અને ૩૮૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
