કાંદિવલીમાં ૭૧ વર્ષીય વૃદ્ધા સાથે ઓનલાઇન છેતરપિંડીના મામલામાં નકલી પોલીસ અને વકીલની ધરપકડ કરવામાં આવી છે. લાખો રૂપિયાના આર્થિક કૌભાંડમાં સામેલ હોવાનું જણાવી સાયબર ઠગે રૂા.૯.૭૫ લાખની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ સિનિયર સીટીઝનને ડિજિટલ ધરપકડની ધમકી આપી હતી.
કાંદિવલીમાં વૃદ્ધા તેમના પરિવાર સાથે રહે છે. ૧૫ જાન્યુઆરીના તેમને એક અજાણી વ્યક્તિએ વીડિયો કોલ આવ્યા હતો. તેણે દાવો કર્યો હતો કે વૃદ્ધાના બેન્કના ખાતાનો ઉપયોગ લાખો રૂપિયાના આર્થિક કૌભાંડમાં કરવામાં આવ્યો છે. તેમનું બેન્ક ખાતું ટ્રેક સમયમાં ફ્રીઝ કરવામાં આવશે અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. એમ આરોપીને કહ્યું હતું.

વૃદ્ધાને તેમના નિવાસસ્થાને ઓનલાઇ પૂછપરછ અને બાદમાં દોષિત કરશે તો ડિજિટલ ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન અન્ય એક આરોપીએ તેમનો સંપર્ક કર્યો અને તપાસમાં સહકાર આપવાની સૂચના આપી હતી. બંને આરોપીઓએ પોતાને પોલીસ અધિકારી અને વકીલ તરીકે રજૂ કર્યા હતા. તેમણે ફરિયાદીને મદદની ખાતરી આપી પરંતુ બદલામાં પૈસાની માગણી કરી હતી. આરોપીઓએ તેમને બેન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યુ ંહતું પૂછપરછ પછી તે પરત કરવાની ખાતરી આપી હતી.

વૃદ્ધાએ દબાણ હેઠળ આરોપીઓના ખાતામાં રૂા.૯.૭૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં વધુ તપાસ પણ કરી નહીં અને પૈસા પરત કર્યો નહોતા. આથી પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું સમજીને તેમણે પરિવારના સભ્યોને બનાવની જાણ ક રી હતી. બાદમાં મુંબઇ પોલીસની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ચારકોપ પોલીસે છેતરપિંડી અને આઇટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.
છેવટે ફરાર આરોપી ભગતરામ દેવાશી અને કમલેશ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને પોલીસ કસ્ટડી આપી હતી તેઓ અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એની તપાસ થઇ રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
