મુલુંડ (વે)માં એમ.જી. રોડ સ્થિત રોયલ જવેલર્સમાં અજાણી મહિલાએ સેલ્સમેનની નજર ચૂકવીને સિફતથી રૂા.૧,૨૪,૫૦૦ની કિંમતના સોનાના દાગીના તફડાવી લીધા હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
રોયલ જવેલર્સના સેલ્સપર્સન દિનેશકુમાર માળીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ૧૦ માર્ચના તેમણે રાત્રે ૧૦ કલાકે શોરૂમ બંધ કરવા પૂર્વે સ્ટોકની રાબેતા મુજબ ગણતરી કરતા તેમાં એક સોનાની વીંટી તથા કાનની બુટ્ટી ઓછી હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે માળીએ શોરૂમના ઓનરને વાત કરી. આ અંગે બીજા દિવસે સવારે દુકાનના માલિકે દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા ૧૦ માર્ચના સાંજે પથી ૫.૩૦ દરમ્યાન એક અજાણી મહિલા ખરીદી કરવા આવી હતી અને તેણે માળીને બુટ્ટી તથા વીંટી બતાવવા કહ્યું હતું અને દાગીના જોવા સમયે હાથચાલાકી કરીને સોનાની એક વીંટી તથા સોનાની બુટ્ટી તેણે પગમાં પહેરેલા મોજામાં સરકાવી દીધી હતી.

સીસીટીવી ફોજના આધારે દાગીનાની ચોરી થઈ હોવાનું સાબિત થઈ જતાં દિનેશકુમારે અજાણી મહિલા વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
