મેડિકલેઇમ અને અકસ્માત વળતરમાં ગ્રાહકો અને કંપનીઓ વચ્ચેના વિવાદ નવી ઘટના નથી. પોતાની આકસ્મિક પરિસ્થિતિઓને સાચવવા ગ્રાહકોએ પરસેવાની કમાણીમાંથી લીધેલા મેડિકલેઇમ કે અકસ્માત વીમામાંથી ચુકવણી કરવા કંપનીઓ ઠાગાકૈયા કરે છે. આવા જ એક કેસમાં આપેલા મહત્વપૂર્ણ ચુકાદામાં, બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે કે મોટર વાહન કાયદાની જોગવાઈઓ મુજબ મેડિકલેમ પૉલિસી હેઠળ વ્યક્તિને મળતી રકમ દાવેદારને તબીબી ખર્ચ માટે ચૂકવવાપાત્ર વળતરમાંથી કાપી શકાતી નથી.

જસ્ટિસ એ એસ ચાંદુરકર, મિલિંદ જાધવ અને ગૌરી ગોડસેની પૂર્ણ બેન્ચે ૨૮ માર્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. વિવિધ સિંગલ અને ડિવિઝન બેન્ચના આ મુદ્દા પર અલગ અલગ મંતવ્યો બાદ આ મુદ્દો પૂર્ણ બેન્ચને મોકલવામાં આવ્યો હતો. પૂર્ણ બેન્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા ચુકાદાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ પાસે માત્ર અધિકાર નથી, પરંતુ તે ન્યાયી વળતર આપવા માટે બંધાયેલ પણ છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે વીમાના નામે પ્રાપ્ત થતી રકમ માટે વીમાધારકે કંપનીને પ્રીમિયમ ચુકવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
