મુલુન્ડ (વે)માં આવેલી ૨૭મી કોર્ટમાં ૨૪ માર્ચના જજ એક કેસમાં આરોપી જેમ્સ બબલુ જોસેફ અને આકાશ કૈલાશ કેરકટ્ટીની રિમાન્ડ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા તે સમયે કોર્ટમાં બેઠેલી મારિયા સીબા જોસેફ નામની મહિલા અચાનક જ ઊભી થઈ અને ન્યાયાધીશ ચક્કરસાહેબ સામે મોટેથી બૂમો પાડીને જેમ્સ એ કોઈ ગુનો કર્યો નથી, તેને કોઈ કારણ વગર આ ગુનામાં ફસાવવામાં આવ્યો છે, અમે ગરીબ છીએ શું કરીએ? કહીને કોર્ટના કામમાં ખલેલ પહોંચાડી હતી.

ખલેલ પહોંચાડતા ન્યાયાધીશે ત્યાં ઉપસ્થિત પોલીસકર્મી સરલા બોરાડેને મારિયાને કસ્ટડીમાં લઈને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવા કહ્યું હતું. બોરાડેએ તાબડતોબ તે મહિલાની અટક કરીને તેની વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
