મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લીધા પછી સાજી થયેલી અને સાજી થઈ રહેલી માનસિક બીમારીની દર્દીઓને પોતાના પગ પર ઊભી કરવી એક મોટો પડકાર છે. થાણે મેન્ટલ હોસ્પિટલના અધિક્ષક ડો. નેતાજી મુળીકે આ પડકાર સફળતાપૂર્વક ઝીલ્યો અને 30 મહિલાઓને પોતાના પગ પર ઊભી રહેલા સક્ષમ કરી છે. આ મહિલાઓને એનજીઓની મદદથી બ્યુટીશિયન, મેકઅપ અને હેરસ્ટાઈલનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
પોતાના પગ પર ઊભા રહ્યા વિના દુનિયામાં ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ છે એમ કહેવાય છે. જો કે માનસિક બીમારીઓનો સામનો કરતી વ્યક્તિએ પોતાને સક્ષમ બનાવવા શું કરવું એ મોટો પ્રશ્ન છે. એના પર થાણે પ્રાદેશિક મેન્ટલ હોસ્પિટલે જવાબ શોધીને માનસિક બીમારીવાળી મહિલા દર્દીઓ માટે બ્યુટી પાર્લર પ્રશિક્ષણ ઉપક્રમ શરૂ કર્યો છે. રોટરી ક્લબ ઓફ મુંબઈ કલાકાર અને નેક ફાઉન્ડેશનના સહકાર્યથી શરૂ કરેલા આ ઉપક્રમથી અત્યાર સુધી 30 મહિલા દર્દીઓએ પ્રશિક્ષણનો ત્રીજો તબક્કો પૂરો કર્યો છે. ઓગસ્ટ 2024માં આ ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને કુલ ચાર તબક્કામાં પૂરો થશે. આ પ્રશિક્ષણનો સમયગાળો બે મહિનાનો છે.

માનસિક બીમારીની સારવાર સાથે જ તેમનું કૌશલ્ય ઓળખીને તેમનો વિકાસ કરવો એ થાણે મેન્ટલ હોસ્પિટલનો ઉદ્દેશ છે. એ અનુસાર તબીબી અધિક્ષક ડો. નેતાજી મુળીકના માર્ગદર્શન હેઠળ વ્યવસાય સારવાર વિભાગ આ ઉપક્રમ ચલાવે છે. ઓગસ્ટ 2024થી ચાલુ ચાર સ્તરીય બ્યુટીશિયનનો કોર્સ છે અને દરેક સ્તરમાં 10 મહિલા દર્દીઓને પ્રશિક્ષણ આપવામાં આવે છે. અત્યાર સુધી ત્રીજા તબક્કાનું પ્રશિક્ષણ પૂરું થયું છે. આ પ્રશિક્ષણમાં બેઝિક બ્યુટી સર્વિસિસ, ફેશિયલ, મેકઅપ અને હેર સ્ટાઈલ જેવા કૌશલ્યનો સમાવેશ છે. પ્રશિક્ષણ સફળતાપૂર્વક પૂરું કરનાર મહિલાઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે. અર્થાક એમાં એક મોટો પડકાર હોવાનું ડો. મૂળીક જણાવે છે. જે મહિલા દર્દીઓ સાજા થઈને ઘરે ગઈ છે તેમનો નિયમિતપણે અહીં લાવવામાં ઘરનાઓ વિરોધ કરે છે. પરિણામે ઘરના લોકોને વિશ્વાસમાં લઈને તેમનું પ્રશિક્ષણ પૂરું કરવું મોટો પડકાર હોય છે. આવી લગભગ પંદર મહિલાઓ છે અને બાકીની મહિલાઓ આ હોસ્પિટલની છે. અત્યારે થાણે મેન્ટલ હોસ્પિટલમાં 250 મહિલાઓ છે જેમાંથી કેટલીક મહિલાઓ આગામી સમયમાં સાજી થઈ જશે.
ડોકટરોનો મહત્વનો ફાળો : માનસિક બીમાર મહિલાઓને આર્થિક દષ્ટિએ સક્ષમ કરવા બ્યુટીપાર્લર પ્રશિક્ષણ સાથે જ હસ્તકલા, તહેવારો માટે જરૂરી વસ્તુ તૈયાર કરવી અને અન્ય વ્યવસાયિક કૌશલ્યનું પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. એના લીધે સારવાર લેતા સમયે જ તેઓ સ્વાવલંબી થવાની દિશામાં પગલાં ભરે છે. આ ઉપક્રમની સફળ અમલબજાવણી માટે ડો. હેમાંગિની દેશપાંડે, ડો. જાનવી કેરઝરકર, ડો. આશ્લેષા કોળી, ડો. પ્રાજક્તા મોરે વગેરે નિષ્ણાતો અથાક પરિશ્રમ લેતા હોવાનું ડો. મુળીકે જણાવ્યું હતું. રોટરી ક્લબના પ્રમુખ હેમા દેશપાંડે અને નેકના સૌમ્યા ભાસ્કરનનો પણ મહત્વનો ફાળો છે. આ પહેલાં મેન્ટલ હોસ્પિટલના પુરુષ અને મહિલા દર્દીઓ માટે આર્ટિફિશિયલ જ્વેલરી ઘડવાના પ્રશિક્ષણના ક્લાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એમાં સફળ થયેલાને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજમાં આત્મનિર્ભર બને : માનસિક બીમારીવાળી મહિલાઓ સારવાર પછી સમાજમાં આત્મનિર્ભર બનીને રહે, તેઓ પોતાના પગ પર ઊભી રહી શકે એ માટે અમે વિવિધ ઉપક્રમ ચલાવીયે છીએ એમ તબીબી અધિક્ષક ડો. નેતાજી મુળીકે જણાવ્યું હતું. આ પ્રશિક્ષણના લીધે માનસિક બીમાર મહિલાઓને આત્મવિશ્વાસ મળે છે, ભવિષ્યમાં તેમનું જીવન વધુ સુરક્ષિત અને સ્વયંપૂર્ણ થવામાં મદદ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે.
બ્યુટીશિયન, મેકઅપ, હેરસ્ટાઈલનું ચાર તબક્કામાં પ્રશિક્ષણ, ઓગસ્ટ 2024થી ચાલુ ચાર સ્તરીય બ્યુટીશિયનનો કોર્સ છે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
