મુળ કચ્છના ભચાઉ તાલુકાના અાધોઇના હાલે ઘાટકોપરના અેક વેપારીઅે મુંબઇના જોગેશ્વરી સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મુકીને અાપઘાત કરી લીધો હતો. ચોંકાવનારી વાત અે બહાર અાવી છે કે અા પગલું તેને પત્નીના કથિત ત્રાસથી કંટાળીને ભર્યું છે.
કારણ કે અા વેપારીના મોબાઈલ ફોનમાંથી એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં આત્મહત્યા પહેલાં વેપારીએ પત્ની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. પોલીસે વેપારીની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અંધેરી જીઆરપીના સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન લોંઢેએ વિગતો અાપતા જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની રાતે 8.30 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકની ઓળખ ભરત નાનજી રાવરિયા (38) તરીકે થઈ હતી.
ભરતે ચર્ચગેટ જતી ટ્રેન સામે પડતું મૂકી કથિત આત્મહત્યા કરી હતી. મુળ અધોઈ ગામનો અને હાલમાં ઘાટકોપરમાં રહેતો ભરત સ્ટેશનરીની દુકાન ધરાવતો હતો. પત્ની રિંકલ સાથે તેને છેલ્લા થોડા સમયથી બનતું નહોતું. તાજેતરમાં પત્ની સાથે રકઝક થઇ હતી. ત્યારબાદ તે જોગેશ્વરીમાં રહેતા ભાઈને ઘેર રહેવા આવ્યો હતો. ગુરુવારની રાતે ભરત જોગેશ્વરી સ્ટેશને પહોંચ્યો હતો. પછી ચર્ચગેટ જતી ટ્રેનને જોઈ પાટા પર સૂઈ ગયો હતો. મોટરમૅને તેને પાટા પર સૂતો જોયો હતો, જેને આધારે તેણે આત્મહત્યા કરી હોવાની ખાતરી થઈ હતી.
સોશિયલ મીડિયા પર ન્યાય માટે મેસેજ શરૂ :
અા ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભરતને ન્યાય મળે તે માટે માંગ કરવામાં અાવી રહી છે. મેસેજમાં કહેવામાં અાવ્યું છે કે ભરતે તેની પત્ની સહિતના સાસરીયાઅો પરેશાન કરી રહ્યા હતાં. ભરત કહેતો હતો કે પત્નીને માત્ર પૈસાથી પ્રેમ છેે. તમામ ખુબ જ ટોર્ચર કરે છે. અને મારે છે. મારા પરિવારથી મને વિખુટો પાડી દીધો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ભરતના મોબાઈલ ફોનમાંથી વીડિયો મળ્યો હતો, જેમાં ભરતે પત્ની પર આક્ષેપો કર્યા છે. પત્નીના ત્રાસથી કંટાળીને તેણે જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ ભરતના ભાઈ મનસુખે કરી હતી. ફરિયાદને આધારે પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે
મેસેજમાં કહેવામાં અાવ્યું છે કે ભરતે તેની પત્ની સહિતના સાસરીયાઅો પરેશાન કરી રહ્યા હતાં. ભરત કહેતો હતો કે પત્નીને માત્ર પૈસાથી પ્રેમ છેે. તમામ ખુબ જ ટોર્ચર કરે છે. અને મારે છે. મારા પરિવારથી મને વિખુટો પાડી દીધો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ભરતના મોબાઈલ ફોનમાંથી વીડિયો મળ્યો હતો, જેમાં ભરતે પત્ની પર આક્ષેપો કર્યા છે. પત્નીના ત્રાસથી કંટાળીને તેણે જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ ભરતના ભાઈ મનસુખે કરી હતી. ફરિયાદને આધારે પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8