જૈન દીક્ષા મહોત્સવના નિમિત્તે અર્હમ યુવા સેવા ગ્રુપ, કોલકાતા દ્વારા જીવદયાનું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવામાં આવ્યું.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી જૈન દીક્ષા મહોત્સવ ૨૦૨૬ના નિમિત્તે અર્હમ યુવા સેવા ગ્રુપ, કોલકાતા દ્વારા ૧૦૮ ગૌમાતાઓને કતલખાને જતાં બચાવી અભયદાન આપવામાં આવ્યું છે, જેમાં અનેક ગર્ભવતી ગૌમાતાઓનો પણ સમાવેશ થયેલ.

કોલકાતામાં અર્હમ યુવા સેવા ગ્રુપના સેવાભાવી ભાવિકોએ જીવદયાની ભાવનાથી ગર્ભવતી ગાયોને બચાવી હતી. વિશેષ કરુણાસ્પદ બાબત એ હતી કે આ ૧૦૮ ગૌમાતાઓમાંથી અનેક ગૌમાતાઓ ગર્ભવતી હતી. આમ, આ સેવાકાર્ય દ્વારા માત્ર ૧૦૮ ગૌમાતાઓને જ નહીં, પરંતુ તેમના ગર્ભમાં ઉછરી રહેલા નિર્દોષ જીવોને પણ નવજીવનનું અભયદાન પ્રાપ્ત થયું છે. આ તમામ ગૌમાતાઓને આસનસોલ તપસમ્રાટ ગૌશાળામાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં આજીવન તેમની સેવા, સંભાળ અને રક્ષા કરવામાં આવશે. મૃત્યુના ભયમાંથી આ નિર્દોષ જીવોને મુક્તિ અપાવી ‘અભયદયાણંથી આત્મકલ્યાણં’નો દિવ્ય સંદેશ ચરિતાર્થ કરવામાં આવ્યો છે. તમામ ગાયોને બચાવવાનો લાભ ઘાટકોપરના શ્રી ગાંધી પરિવારે લીધેલ.


ઉલ્લેખનીય છે કે આગામી તા. ૨૯ નવેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૮:૦૦ કલાકે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે ચાર મુમુક્ષુ આત્માઓનો ભવ્ય જૈન ભગવતી દીક્ષા મહોત્સવ યોજાશે. આ પાવન મહોત્સવના નિમિત્તે જીવદયાનું આ શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવી અહિંસા અને કરુણાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


