મુલુંડ (પશ્ચિમ)ના એસ.એલ. રોડ પર આવેલી જાગૃતિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરની બહાર કબાટમાં જ ચાવી મૂકીને બહારગામ જવું એક પરિવારને ભારે પડ્યું છે અને તસ્કરો તકનો લાભ ઉઠાવીને રૂા. ૬.૭૫ લાખના સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા છે. આ માેમલે ભોગ બનનાર વિનોદ વાલ્હેકર (ઉં.વ. ૪૬) દ્વારા મુલુંડ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દિવાળીના ઘરેણાં ગાદલા નીચે અને રોકડ મંદિરમાં મૂકી હતી
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ૯ નવેમ્બરના રોજ વિનોદ વાલ્હેકર અને તેમના પત્ની આંબીવલી જવા માટે નીકળ્યા હતા. તેના આગલા દિવસે દિવાળીના તહેવાર નિમિત્તે પહેરેલા બે મંગળસૂત્ર, બ્રેસ્લેટ સહિતના કિંમતી સોના-ચાંદીના ઘરેણાં તેમણે બેડરૂમના પલંગના ગાદલા નીચે સુરક્ષિત રાખ્યા હતા. આ ઉપરાંત, ઘરમાં રૂા. ૧૩,૦00 ની રોકડ રકમ પૂજાના મંદિરમાં મૂકી હતી.

બહાર કબાટમાં ચાવી મૂકવી પડી ભારે
જ્યારે વિનોદભાઈ અને તેમના પત્ની ૯ નવેમ્બરના રોજ ઘરને તાળું મારીને બહારગામ જવા રવાના થયા, ત્યારે તેમણે ઘરના મુખ્ય દરવાજાની ચાવી બહાર બનાવેલા એક કબાટમાં મૂકી દીધી હતી. પરિવારની આ નાની અમસ્તી બેદરકારી કે ભરોસો તસ્કરો માટે સોનાની તક સાબિત થઈ. કોઈ અજાણ્યા તસ્કરે કબાટમાંથી ચાવી શોધી કાઢી હતી અને ઘરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
જાણભેદુ હોવાની પ્રબળ શંકા
ચોરોએ ઘરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીનાની ચોરી કરી વાલ્હેકર પરિવારને કુલ રૂા. ૬.૭૫ લાખનો ચૂનો લગાવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુલુંડ પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઘરની બહાર કબાટમાં ચાવી મૂકવાની આ ખાશ જગ્યા વિશે કોઈ જાણભેદુ (આસપાસની વ્યક્તિ) ને અગાઉથી જાણ હોવી જોઈએ, જેની દિશામાં પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


