મુંબઈ: ગોરેગાંવ (પૂર્વ) સ્થિત આરે કોલોનીના રહેવાસીઓ અને આસપાસના આદિવાસી પાડાઓ માટે આરોગ્ય સુવિધાઓને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગ હસ્તકની આરે હોસ્પિટલનો વહીવટ હવે આગામી 30 વર્ષ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને સોંપવાની તૈયારી કરવામાં આવી છે. જોકે, આ હસ્તાંતરણમાં એક મોટી આર્થિક શરત પણ જોડાયેલી છે, જે મુજબ હોસ્પિટલના નવીનીકરણ અને સંચાલનનો તમામ આર્થિક બોજ BMC એ પોતે જ ઉઠાવવો પડશે.
રાજ્ય સરકાર તરફથી કોઈ આર્થિક સહાય નહીં મળે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, આરે હોસ્પિટલની કુલ 1,932.20 ચોરસ મીટર જગ્યા, જેમાં મુખ્ય હોસ્પિટલ બિલ્ડિંગ અને તેની બાજુમાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સનો સમાવેશ થાય છે, તે 30 વર્ષના લીઝ (ભાડાપટ્ટે) પર પાલિકાને સોંપવામાં આવશે. આ પ્રસ્તાવમાં રાજ્ય સરકાર તરફથી કોઈ પણ પ્રકારની આર્થિક ગ્રાન્ટ કે સહાયની જોગવાઈ કરવામાં આવી નથી. પરિણામે, હોસ્પિટલનું સમારકામ, જાળવણી, આધુનિક તબીબી સાધનોની ખરીદી અને રોજિંદા સંચાલનનો સંપૂર્ણ ખર્ચ BMC એ પોતાની તિજોરીમાંથી જ કરવો પડશે.

હાલમાં માત્ર OPD સેવાઓ જ ઉપલબ્ધ છે આરેના વિશાળ જંગલ વિસ્તાર અને આદિવાસી વસાહતોની વચ્ચે આવેલી આ હોસ્પિટલમાં હાલના તબક્કે દર્દીઓ માટે માત્ર બહારના દર્દીઓનો વિભાગ (OPD) જ કાર્યરત છે. આ વિસ્તાર ભૌગોલિક રીતે BMC ની હદમાં આવતો હોવા છતાં, હોસ્પિટલની માલિકી રાજ્ય સરકારની હોવાથી પાલિકા અહીં સીધી રીતે આરોગ્ય સેવાઓનો વિસ્તાર કરી શકતી ન હતી.
રહેવાસીઓને મળશે આધુનિક સારવારનો લાભ હવે જ્યારે આ હોસ્પિટલનો કબજો BMC પાસે આવશે, ત્યારે પાલિકા દ્વારા પહેલા હોસ્પિટલની ઈમારતનું નિરીક્ષણ (ઈન્સ્પેક્શન) કરવામાં આવશે. ત્યારબાદ જરૂરી સમારકામ અને વહીવટી મંજૂરીઓની પ્રક્રિયા પૂર્ણ કરીને અહીં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવશે. BMC ના આ પગલાથી આરે કોલોની અને આસપાસના વિસ્તારના હજારો નાગરિકોને ઘરઆંગણે જ બહેતર અને આધુનિક તબીબી સારવાર મળી રહેશે તેવી આશા સેવાઈ રહી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


