સર્વમંગલ એજ્યુકેશન ટ્રસ્ટ અને હરિપ્રબોધમ આત્મીય યુથ ફાઉન્ડેશન હરિ હ્રદય – મુબંઈ દ્વારા તા.૦૬.૧૧.૨૬ .રોજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય હરિપ્રબોધમ ફાઉન્ડેશન ના ધર્મ ગુરુ પ.પ.પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી ના દિવ્ય સાનિધ્ય માં અન્નકૂટ ભક્તિ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું.



આ મંગળકારી અવસરે પ્રાદેશિક સંત્વર્ય પૂજ્ય ભક્તિપ્રીય સ્વામીજી, પૂજ્ય સુશૃતજીવન સ્વામી એવમ સંત મંડળની પધરામણી મુલુંડ નગરે “આરઆર બન્ક્વેટ હોલ” મુલુંડ (ઇસ્ટ)ખાતે થઈ. આ અન્નકૂટ મહોત્સવ માં આશરે ૩૦૦ જેટલી વાનગીઓનો ભોગ ઠાકોરજી અને મહારાજ ને ધરાવવા માં આવ્યુ હતુ .મનીષ ભાઈ શાહ અને યુવકો એ આ પ્રોગ્રામ ને કુશળતા અને ભક્તિથી થી પાર પાડ્યું.


પ્રોગ્રામ ની શરૂવાત ભજન મંડળની ટીમ એ ભજન અને ધૂન કરાવી ને પૂરા વાતાવરણ ને ભકતિમય બનાવ્યું .
યુવા નેતા મનીષભાઈ શાહ એ સૌ ભક્તો ને અન્નકૂટ ઉત્સવ નું મહત્વ અને આપણી સનાતન સંસ્કૃતિ ની દિવ્યતા અને ભવ્યતા વિશે જાણ કરાવી અને સ્વામીજી અને ગુરુ હરિ પ્રમાણે સાચી દિપોત્સવી ઉજવવા અને સારા મિત્રો ની સંગત વિશે વાત કરી અને યુવા પ્રવૃત્તિ માટે બધા ને પ્રેરીત કર્યા . તથા ગરુહરિ હરિપ્રસાદ સ્વામીના દીક્ષા ના હીરક મહોત્સવ અને ગણેશપુરા -વડોદરા મા થનાર હરિપ્રબોધમ ધામ નું મહિમા ગાન કર્યુ .


ત્યારબાદ Sarvamangal Education Trust અમે હરિપ્રબોધમ ધામ નું સુંદર Vedio presentation relay કરવા માં આવ્યું
ત્યારબાદ પૂજ્ય ભક્તિપ્રીય સ્વામી એ સુદંર શૈલી માં હીંન્દીમા ગોષ્ઠિ કરી યુવકો ને સુંદર લાભ અને માર્ગદર્શન આપ્યો સ્વામીજીએ સુંદર શૈલી માં ધર્મ અને ભક્તિ નું મહત્વ આપણા જીવન માં હોવું જોઈએ એ સમજાવ્યું, અને આજના કળિયુગ માં યુવકો ના વિવિધ પ્રોબ્લેમ વિશે સુંદર છાણવટ કર્યું અને કહ્યું Diwali is festival of Harmony & joy & lights આપણા જીવન માં એવું સાચું પ્રકાશ પ્રગટે એવી પ્રભુ ચરણે પ્રાર્થના કરી.

ત્યારબાદ ઠાકોરજી ના સુંદર ૫ અલગ થાળ થયા અને સૌ વડીલો એ મહાઆરતી નો લાભ લીધો. પૂજ્ય ભક્તિપ્રીય સ્વામી અને સુશૃતજીવન સ્વામી સાથે સૌ વડીલો એ મહાઆરતી ઉતારી.
ગુરુ હરી ના આશીર્વાદ થી અને કૃપા થી સંપૂર્ણ કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે દિવ્યતા અને ભવ્યતા થી ઉજવાયું અને
આશરે ૮૦૦ જેટલા ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લીધો.




આ ઉત્સવ માં આત્મીય સ્વજન અને વડીલ માવતર – મુલુંડના સમાજસેવક શ્રી પુરુષોત્તમ ભાઈ પુંજાણી, ગુર્જરભૂમિ (ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ, ન્યુઝ પોર્ટલ) ના તંત્રી શ્રી શાંતિલાલભાઈ ઠક્કર અને શ્રી મનીષભાઈ ઠક્કર, જેવા સમાજ ના મોટા મહાનુભાવો સહભાગી થયા હતા.
શ્રી મનીષભાઈ શાહ અને કાર્યકર્તા ભાઈઓ એ આ પ્રોગ્રામ નું ખૂબ સરસ આયોજન કર્યુ હતું .
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


