સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ દ્વારા વિલે પારલે ખાતે સમાજની વિશિષ્ટ પ્રતિભાઓને ‘બ્રહ્મગૌરવ એવોર્ડ’ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ‘સરસ્વતી સન્માન’ અર્પણ કરવાના એક ભવ્ય અને પ્રેરણાદાયી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્યાત વિજ્ઞાની ડૉ. જે. જે. રાવલ અતિથિવિશેષ પદે અને સ્થાનિક વિધાનસભ્ય પરાગ અળવણી મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ અગ્રણી મહાનુભાવોનું ‘બ્રહ્મગૌરવ પારિતોષિક’થી સન્માન
આ ભવ્ય સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર નીચે મુજબની પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી:
- અશ્વિનભાઈ આચાર્ય: મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાની જીએસટી (GST) આકારણીમાં મહત્વનું યોગદાન આપવા બદલ, ટેક્સેશન પર અનેક આર્ટિકલ્સ લખવા બદલ અને ‘ધી જીએસટી રિવ્યુ’ મેગેઝિનના સંપાદક રહી ચૂકવા બદલ તથા અનેક સામાજિક કાર્યો સાથે જોડાવા બદલ તેમને ‘બ્રહ્મગૌરવ પારિતોષિક’થી નવાજવામાં આવ્યા હતા.
- અનિલભાઈ પંડ્યા: ‘વીડી ઇન્ડિયન સોસાયટી ફોર મેન્ટેલી ચેલેન્જ્ડ’ સંસ્થા સાથે છેલ્લા ૨૫ વર્ષથી જોડાયેલા હોવા બદલ અને હાલ તેના પ્રમુખ તરીકે સેવા આપવા બદલ તેમનું સન્માન કરાયું હતું. વ્યાવસાયિક ક્ષેત્રે નવી દ્રષ્ટિ સાથે પ્રગતિ કરવાની સાથે વિવિધ સામાજિક સંસ્થાઓને સી.એસ.આર. (CSR) નો લાભ અપાવવામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે.
- યોગેશભાઈ પાઠક: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એવા યોગેશભાઈએ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં સામાજિક કાર્યો માટે આપેલા બહુમૂલ્ય યોગદાન બદલ તેમને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

“બ્રાહ્મણ ક્યારેય ગરીબ હતો નહીં, છે નહીં અને રહેશે નહીં”
કાર્યક્રમમાં સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના મેનેજિંગ ટ્રસ્ટી અને રાષ્ટ્રીય કક્ષાના હોકી પ્લેયર રહી ચૂકેલા રાજુભાઈ રાવલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “બ્રાહ્મણ ક્યારેય ગરીબ હતો નહીં, છે નહીં અને રહેશે નહીં.” તેમણે ગર્વ સાથે ઉમેર્યું હતું કે ભારતના ડિફેન્સના પાંચ ટોચના હોદ્દામાંથી ત્રણ ટોચની વ્યક્તિઓ બ્રાહ્મણ છે. પ્રબોધનકાર ક્રિડા સંકુલના ટ્રસ્ટી હોવા નાતે તેમણે ‘સરસ્વતી સન્માન’ સ્વીકારવા આવેલા વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મેળવવા તેમજ રમતમાં પણ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત, સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના યુવાન ટ્રસ્ટી તથા મહારાષ્ટ્ર સરકાર સાથે કાર્યરત આઈટી પ્રોફેશનલ દેવાંગ દવેએ પણ પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના આરંભે અતિથિ વિશેષ ડૉ. જે. જે. રાવલે તમામ એવોર્ડ વિજેતા પ્રતિભાઓને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને સફળ સંચાલન
- મહાસંઘના ભૂતપૂર્વ ટ્રસ્ટી કરુણાશંકર ઓઝાએ જૂનાં કાર્યોને યાદ કરી એવોર્ડ વિજેતા ત્રણેય પ્રતિભાઓને શુભકાભનાઓ પાઠવી હતી.
- કાર્યક્રમનું પ્રસ્તાવિક સ્વાગત મહાસંઘના પ્રમુખ અતુલભાઈ જોષીએ કર્યું હતું.
- કાર્યક્રમનું આકર્ષક અને સુચારુ સંચાલન જાણીતા કવિ સંજય પંડ્યાએ સૂત્રધાર તરીકે કર્યું હતું.
- આભારવિધિ જયેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવી હતી.
- સમગ્ર આયોજન અને સંકલનમાં કમિટીના સભ્યો મનિષાબેન ભટ્ટ, સુરેશ ઠાકર તથા દીપક જોશીએ સક્રિય સહયોગ આપ્યો હતો.
આ ભવ્ય સમારોહે ઉપસ્થિત સૌ કોઈમાં એક નવો ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી હતી.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


