તરુણ મિત્ર મંડળ (મુલુંડ સેન્ટર) અને આર્ય નિવાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુંબઈમાં ૧૧૭મો અને મુલુંડ સેન્ટરનો ૧૭મો રક્તદાન કેમ્પ રવિવાર, ૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આર્ય નિવાસ ટ્રસ્ટ હોલ (વિકાસ સેન્ટર, ૬ઠ્ઠો માળ, ઈન્ડસઈન્ડ બેંક ઉપર, એન. એસ. રોડ, મુલુંડ વેસ્ટ) ખાતે ઉત્સાહભેર યોજાઈ ગયો.

આ રક્તદાન શિબિરનું આયોજન માતુશ્રી કેસરબેન લીલાઘર દેઢિયા અને માવજી વિરજી દેઢિયા (ગામ દેઢિયા)ના સ્મરણાર્થે સ્પોન્સર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ, તરુણ મિત્ર મંડળ રક્તદાન અને ટી.બી. કેમ્પ (મુલુંડ સેન્ટર)ના સ્થાપક તથા કન્વીનર સ્વ. શ્રી હેમંત ગોસરની સ્મૃતિને પણ આ તકે આદરપૂર્વક યાદ કરવામાં આવી હતી. રક્તદાતાઓના નિ:સ્વાર્થ યોગદાનથી આ રક્તદાન મહાઅભિયાનમાં ૧૯૦ બોટલ રક્ત એકત્રિત કરવાનો સુંદર સીમાચિહ્ન પાર કર્યો છે. તરૂણ મિત્ર મંડળ મુલુંડ સેન્ટર આપનો ખુબ ખુબ આભાર માને છે.





સવારે ૧૦૦૦ વાગ્યે શ્રી જગદીશભાઈ દેઢિયા અને શ્રીમતી લીલાવંતીબેન માવજી દેઢિયા પરિવાર સાથે આર્ય નિવાસ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી તુલસીદાસ પોપટ અને શ્રી સંદીપ પોપટ તેમજ અન્ય સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શિબિરમાં ઉપસ્થિત રહેલા દરેક રક્તદાતાનું સન્માન કરવામાં આવ્યું હતું. જે રક્તદાતાઓએ ૧૦, ૨૫, ૫૦ કે ૭૫ વખત રક્તદાન પૂર્ણ કર્યું છે, તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દર ૫૦ દાતાઓમાંથી એક માટે લકી ડ્રો પ્રાઈઝ, મેટ્રોપોલિસના ૨૦% ડિસ્કાઉન્ટ કૂપન વાઉચર અને સરકાર માન્ય બ્લડ કાર્ડ આપવામાં આવ્યા હતા, જેનાથી રક્તદાતા અથવા તેમના પરિવારને જરૂરિયાતના સમયે સરળતાથી લોહી મળી રહે.




રક્તદાતાઓ સાથે તેમના નાનાં બાળકો ને સુનિલ ભાઈ જુરીયન તરફ થી સ્ટેશનરીની ગીફ્ટ આપી હતી. અરીહંત આયુ ના ખુશાલભાઈ મોતા તરફથી શરબત નો કાઉન્ટર રાખવામાં આવ્યો હતો . હોલ માં ડેકોરેશન માટે અંકિત ડેકોરેટર ના જીતુભાઈ અને જયભાઈ રાયકુંડલિયાનો પણ આભાર. Dr. L H Hiranandani Pharmacy college Ulashnagar ના NSS ના વિધાર્થી ઓનનો સાથ સહકાર સાથે પ્રોગ્રામ પૂર્ણ થયો. ફ્રી ટેન્ડલ ચેક અપ શ્રીમતી મોક્ષા જૈન તરફથી દરેક રક્તદાતા માટે હતું. 2nd Octoberના રોજ શ્રી કરમશી કાનજી ઈંગ્લીશ સ્કુલ (મેનેજમેન્ટ શેઠ મોતી ભાઈ પચાણ રાષ્ટ્રીય શાળા) અને તરૂણ મિત્ર મંડળ અંબરનાથ ટીમ સાથે મળીને ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે આ આયોજન માં શાળા ના ટ્રસ્ટી શ્રી સંદીપ ભાઈ પોપટ ના સહકાર થી ૬૯ યુનિટ રક્તદાન થયું
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



