મુલુંડ પશ્ચિમ સ્થિત અંબાજી ધામ મંદિરની સામે આવેલા બીપી રોડ નંબર ૨ પર છેલ્લા કેટલાક સમયથી ફૂટપાથ પર ખુલ્લામાં જ કચરો ફેંકવામાં આવી રહ્યો છે. મંદિર જેવા પવિત્ર સ્થળની નજીક જ સર્જાયેલી આ અસ્વચ્છતાને કારણે સ્થાનિક નાગરિકો અને રોજના શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસી રોનક દાવડાએ ગુર્જરભૂમિ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે પાલિકા દ્વારા અહીં માત્ર એક નાની ડસ્ટબિન મૂકવામાં આવી છે, જે કચરાથી સંપૂર્ણપણે ઉભરાઈ જતાં સમગ્ર ફૂટપાથ પર કચરાના સામ્રાજ્ય જેવી સ્થિતિ સર્જાય છે. કચરો સમયસર ઉપાડવામાં ન આવતો હોવાથી વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ચોમાસાની ઋતુમાં મચ્છર અને રોગચાળો ફેલોવાની ભીતિ સેવાઈ રહી છે.

મુખ્ય સમસ્યાઓ:
- આરોગ્ય પર અસર: દુર્ગંધ અને ગંદકીના કારણે આસપાસના રહિશો અને દુકાનદારોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ રહી છે.
- અપૂરતી સુવિધા: માત્ર એક જ નાની ડસ્ટબિન હોવાથી તે ઝડપથી ભરાઈ જાય છે અને કચરો રસ્તા પર ફેંકાય છે.
સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકા (BMC) ના સંબંધિત પ્રશાસન અને સફાઈ વિભાગને આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે. રહીશોની માગ છે કે ફૂટપાથ પરથી આ કચરો તુરંત હટાવવામાં આવે અને ત્યાં મોટા કચરાપાત્ર (ડસ્ટબિન) મૂકવાની સાથે નિયમિત સફાઈ સુનિશ્ચિત કરવામાં આવે.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/C9ULZxxpund1FihW9YLwOK
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
