જૈન દર્શનમાં જે પર્વનું અનેરું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે એવા ૮ દિવસના તપ, ત્યાગ, સાધના, આરાધના અને પ્રભુભક્તિ દ્વારા આત્મશુદ્ધિ કરવાના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પધારી રહ્યા છે ત્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાન્નિધ્યે પારસધામ, ઘાટકોપરના આંગણે ૮થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન આ પર્વલક્ષી અનેકવિધ મહામંગલકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૮ દિવસના પર્વાધિરાજ પર્વ અંતર્ગત દરરોજ સવારે ૭વાગ્યે ધ્યાનસાધના, ૯ વાગ્યે પ્રવચન, ૧૦ વાગ્યે વિવિધ તપસ્યા પ્રત્યાખ્યાન, ૧૦.૧૫ વાગ્યે પ્રેરણાત્મક નાટિકાઓ, ११ વાગ્યે માંગલિક, સાંજના સમયે ૬:૩૦ વાગ્યે પ્રતિક્રમણની આરાધના, ૭ વાગ્યે લોકપ્રિય ગાયક કલાકારોના કંઠે ભક્તિ-સ્તવના, ૮:૪૫થી ૧૦ વાગ્યા દરમ્યાન રાત્રિ પ્રવચન યોજાશે. માં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના તમામ કાર્યક્રમો આરાધ્ય ભક્તિ પાર્ક, ઘાટકોપર ખાતે યોજાશે. સમગ્ર ચાતુર્માસના લાભાર્થી ધર્મવત્સલા માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી ભાવિકોને આ પાવન મહાપર્વના વિવિધ કાર્યક્રમોમાં પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/C9ULZxxpund1FihW9YLwOK
https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
