શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાનુવર્તી, પૂજ્ય આચાર્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તથા વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુદેવ કલ્યાણબોધિ મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજ ભવ્યપ્રેમ વિજયજી મહારાજસાહેબ ગઈ કાલે મધરાતે ૧.૪૪ વાગ્યે ઘાટકોપર (ઈસ્ટ) ની નાયડુ કોલોનીના શ્રી ગોડી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્છ સંઘ ઉપાશ્રયમાં સમાધિભાવે ચતુર્વિધ સંઘની હાજરીમાં કાળધર્મ પામ્યા હતા.

મુનિરાજ આ સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન ગુણાનુવાદ સભા આજે પૂજ્ય ભવ્યપ્રેમ વિજયજી મહારાજસાહેબની સામુદાયિક ગુણાનુવાદ સભા આજે સવારે ૯ વાગ્યે ઘાટકોપર ( ઈસ્ટ)ની નાયડુ કૉલોનીના ઉપાશ્રયમાં યોજાશે. પૂજ્ય ભવ્યપ્રેમ વિજયજી મહારાજનાં અંતિમ દર્શન તથા પાલખી પ્રસંગે વિવિધ સ્થળેથી આચાર્ય ભગવંતો સહિત મોટી સંખ્યામાં સાધુ-સાધ્વી ભગવંતો ઉપસ્થિત રહ્યાં હતાં. ગઈ કાલે મુનિરાજની પાલખી સભામાં આચાર્ય ભગવંતોએ સદ્ગત મુનિરાજના જીવન અને ગુણોનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ક્ષણભંગુરતા અને આધ્યાત્મિક જાગૃતિનું મહત્ત્વ સમજાવ્યું હતું. આચાર્ય પ્રેમસુંદરસૂરીશ્વરજીએ તેમના પ્રસન્ન સ્વભાવ, પરોપકાર અને આત્મિક પૂજ્ય ગુરુદેવ કલ્યાણબોધિ મહારાજે પૂજ્ય મુનિરાજ ભવ્યપ્રેમ વિજયજી મહારાજસાહેબ પોતાના શિષ્યના સંયમજીવનમાં રહેલા સમર્પણ અને નમ્રતાનું સ્મરણ કર્યું હતું. પંન્યાસ કૃપારત્ન મહારાજે ભાવુક હૈયે પોતાના સંસારી પિતા તરીકેના સ્નેહ, મિત્રતા અને આધ્યાત્મિક માર્ગદર્શનનાં સંસ્મરણો રજૂ કર્યાં હતાં.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/C9ULZxxpund1FihW9YLwOK
https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
