ઈસબગુલ બહુઉપયોગી વસ્તુ છે. શરીરની અલગ અલગ સમસ્યામાં ઈસબગુલનો ઉપયોગ ઔષધી તરીકે કરી શકાય છે. ઈસબગુલને કઈ સમસ્યામાં કઈ વસ્તુ સાથે લેવાનું હોય ચાલો જાણીએ.
આયુર્વેદમાં ઇસબગુલને અદભુત ઔષધી ગણવામાં આવી છે. ઇસબગુલ એવી વસ્તુ છે જેનો ઉપયોગ અલગ અલગ સમસ્યામાં કરી શકાય છે. અલગ અલગ વસ્તુ સાથે ઇસબગુલનો ઉપયોગ કરવાથી તેની અસર પણ બદલી જાય છે. ઇસબગુલને ગરમ પાણી સાથે, દૂધ સાથે અને દહીં સાથે લઈ શકાય છે. પરંતુ દરેક વસ્તુ સાથે ઇસબગુલ લેવાથી અલગ ફાયદો થાય છે. એટલે કે શરીરના જે સમસ્યા હોય તે અનુસાર ઇસબગુલનો ઉપયોગ કરવાનો હોય છે. તો ચાલો આજે જાણીએ ઇસબગુલ ને કઈ વસ્તુ સાથે લેવાથી કઈ તકલીફમાં ફાયદો થાય.

ઇસબગુલ અત્યંત ઉપયોગી ઔષધી છે. પણ જો તેને ખોટી રીતે કે ખોટા સમયે લેવામાં આવે તો તે પેટ બગાડી પણ શકે છે. એટલા માટે જ ઇસબગુલનો ઉપયોગ કરતા પહેલા એ જાણી લેવું જોઈએ કે ઇસબગુલને કેવી રીતે લેવાનું હોય. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ઇસબગુલને પાચનતંત્રની તકલીફથી લઈને વજન ઘટાડવા સુધીની સમસ્યામાં લઈ શકાય છે. બસ તેને કઈ રીતે લો છો તેના પર ધ્યાન આપવું જરૂરી છે.
દૂધ સાથે ઇસબગુલ
જો કોઈને પાચન સંબંધિત સમસ્યા હોય અને ખાસ કરીને કબજિયાતની તકલીફ હોય તેમણે દૂધ સાથે ઇસબગુલ લેવું જોઈએ. રાત્રે સુતા પહેલા એક ચમચી ઇસબગુલને એક ગ્લાસ હુંફાળા દૂધમાં મિક્સ કરીને પી લેવું. ઇસબગુલ લેતા લોકોએ એ વાતનું ધ્યાન રાખવું કે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું. ઇસબગુલથી પેટની તકલીફો મટી શકે છે.
દહીં સાથે ઇસબગુલ
જે રીતે કબજિયાતમાં ઇસબગુલ ફાયદાકારક છે તે રીતે જ ડાયરિયા થઈ ગયા હોય તો પણ ઇસબગુલ લઈ શકાય છે. ડાયરિયામાં દહીંમાં ઇસબગુલ મિક્સ કરીને ખાવું જોઈએ. દહીં સાથે ઇસબગુલ ખાવાથી ડાયરિયા અટકી જાય છે તેવું કહેવામાં આવે છે.

પાણી સાથે ઇસબગુલ
જે લોકોને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું હોય બ્લડ સુગર લેવલ મેનેજ કરવું હોય અને વજન પણ ઓછું કરવું હોય તેમણે પાણી સાથે ઈસબગુલ લેવું જોઈએ. પાણી સાથે ઇસબગુલ લેવાથી શરીરના ફાઇબર મળે છે અને સાથે જ પેટ કલાકો સુધી ભરેલું રહે છે જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી. પાણી સાથે ઇસબગુલ લેવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર મેનેજ કરવામા પણ મદદ મળે છે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
