બાંદ્રા સ્થિત નેવિલ ડિસોઝા ગ્રાઉન્ડના ઉપયોગ અને અનામતમાં ફેરફારના વિવાદ બાદ હવે મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ જમીન અનામતમાં થઈ રહેલા શંકાસ્પદ ફેરફારો સામે આવ્યા છે. મુલુંડ (ઈસ્ટ)માં પેટ્રોલ પંપ માટે રમતગમત સંકુલ (Sports Complex) માટેની જમીન પેટ્રોલ પંપ માટે ફાળવવાનો નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવતાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.
શું છે સમગ્ર વિવાદ? મુલુંડ ઈસ્ટના ગાવણપાડા ખાતે રાજ્ય સરકારની માલિકીનો 4,000 ચોરસ મીટરનો એક પ્લોટ આવેલો છે, જે રમતગમત સંકુલ માટે અનામત (Reserved) છે. આ પ્લોટની જ બાજુમાં આવેલો 2,087 ચોરસ મીટરનો અન્ય એક પ્લોટ પેટ્રોલ પંપ માટે અનામત રાખવામાં આવ્યો હતો, જે 2025માં એક ગેસ સ્ટેશનને ફાળવી દેવાયો હતો.

નાગરિક અધિકાર કાર્યકર્તા અને એડવોકેટ સાગર દેવરેએ આ ફાળવણી સામે સખત વિરોધ નોંધાવતા આક્ષેપ કર્યો હતો કે, હરાજી કે સ્પર્ધાત્મક બોલી મંગાવ્યા વગર જ આ ફાળવણી કરી દેવાઈ હતી. વિરોધને પગલે મુંબઈ ઉપનગર કલેક્ટર કચેરીએ જૂન 2026માં આ ગેસ સ્ટેશનની ફાળવણી રદ કરી દીધી હતી. કલેક્ટર કચેરીએ દેવરેને પત્ર લખીને જાણ કરી હતી કે હવે પેટ્રોલ પંપ માટે મૂળ પ્લોટની ફાળવણી હરાજી (Bidding) પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવશે.
એડવોકેટ સાગર દેવરેએ આ પ્રસ્તાવ સામે લાલ આંખ કરી છે અને મહેસૂલ સચિવ, ઉપનગર કલેક્ટર તથા પાલિકા કમિશનરને પત્ર લખીને આ પ્રસ્તાવ રદ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં પાલિકાની સુધારા સમિતિમાં પણ શિવસેના (UBT)ના સભ્યો દ્વારા આ પ્રસ્તાવનો કડક વિરોધ કરવામાં આવ્યો હતો.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
