ઘરમાં નાનું બાળક હોય એટલે ઘરના દરેક વ્યક્તિને તેણે બરાબર ખાધું કે નહીં તેની જ ચિંતા હોય. દરેક માતાપિતાને લાગે છે કે તેનું બાળક ઓછું ખાય છે. આ ચક્કરમાં તેઓ બાળકોને લિમિટમાં આપવાની વસ્તુ પણ વધારે પ્રમાણમાં આપવા લાગે છે. આ ભુલ બાળકના સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે.
બાળક 6 મહિનાનું થાય ત્યાર પછી તે તેને થોડો થોડો ખોરાક ખવડાવવામાં આવે છે. 6 મહિના પછીથી બાળકને ફ્રુટ સહિતની વસ્તુઓ સૌથી પહેલા આપવામાં આવે છે અને તેમાં પણ કેળા સૌથી વધુ અપાય છે. પરંતુ શું તમે જાણો છો કે પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકને દિવસમાં કેટલા કેળા ખવડાવવા જોઈએ ? કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આ ફળ નાનું બાળક સરળતાથી ખાઈ શકે તેવું હોય છે. પરંતુ નાના બાળકને કેળા કેટલા પ્રમાણમાં આપવા તે વાતની જાણકારી હોવી જરૂરી છે. જો બાળકને વધારે પ્રમાણમાં કેળા આપવામાં આવે તો તેને નુકસાન પણ થઈ શકે છે.

બાળક ખોરાક લેતું થાય એટલે માતા-પિતા સવારના સમયે તેને કેળા ખવડાવતા હોય છે. પરંતુ કેળા બાળકની ઉંમર તેના આહાર તેની શારીરિક ગતિવિધિ અને તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપવું જોઈએ. તેમાં પણ સૌથી જરૂરી છે કે બાળકને કેટલા પ્રમાણમાં કેળું દિવસ દરમિયાન આપવું. તો ચાલો જાણીએ 6 મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકને દિવસ દરમિયાન કેટલું કેળું આપવું ફાયદાકારક રહે છે.
6 મહિનાથી 9 મહિનાની ઉંમર
બાળક છ મહિનાથી 9 મહિના સુધીનું હોય ત્યારે તેને દિવસ દરમિયાન તેને કેળાની પેસ્ટની બે થી ચાર ચમચી જ ખવડાવી જોઈએ. તેનાથી વધારે કેળું નાના બાળકને આપવું નહીં.
9 થી 12 મહિનાનું બાળક
નવ મહિનાથી એક વર્ષ સુધીના બાળકને કેળું ખવડાવવું હોય તો આખા દિવસમાં માત્ર અડધું કેળું ખવડાવવું જોઈએ. તેમાં પણ કેળાના ટુકડા એવા કરવા જોઈએ જે બાળક સરળતાથી ખાઈ શકે.
1 વર્ષથી 3 વર્ષની ઉંમર
બાળક એક વર્ષથી વધુ અને ત્રણ વર્ષ સુધીની ઉંમરનું હોય તો દિવસ દરમિયાન તેને એક નાનું કેળું ખવડાવી શકાય છે.

4થી 5 વર્ષની ઉંમર
બાળકની ઉંમર ચારથી પાંચ વર્ષની હોય તો તેને આખા દિવસ દરમિયાન એક મિડીયમ સાઈઝનું કેળું ખાવા માટે આપી શકાય છે.
બાળકને કેળું ખવડાવતી વખતે એ વાત પણ ધ્યાનમાં લેવી કે તેની તાસીર કેવી છે અને દિવસ દરમિયાન તે કેળા સિવાય અન્ય ફળ અને જરૂરી આહાર પણ લેતું હોય. બાળકના આહારમાં અલગ અલગ ફળ, શાકભાજી, અનાજનો સમાવેશ પણ કરવો જરૂરી છે.
કેળા ખાવાથી બાળકને થતા ફાયદા
બાળકને યોગ્ય માત્રામાં કેળું ખવડાવવામાં આવે તો તેનાથી તેનું પાચન સારું રહે છે. શરીરને પોટેશિયમ મળે છે અને વિટામીન b6 મળે છે. કેળાની સૌથી ખાસ વાત એ છે કે તેનાથી બાળકને તુરંત એનર્જી પણ મળે છે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
