ધી ગ્રેન એન્ડ ઓઇલસીડ્સ મરચન્ટ્સ એસોસિએશન (ગ્રોમા) દ્વારા તમામ વેપારી ભાઈઓને એક મહત્વપૂર્ણ સંદેશ પાઠવીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSAI) તેમજ તોલમાપ કાયદા (Legal Metrology) ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે.
ગ્રોમાના જણાવ્યા અનુસાર, FSSAI વિભાગ તરફથી બજાર માટે નવા અધિકારી તરીકે શ્રીમતિ વર્ષા આડે મેડમની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપરથી મળેલા આદેશ મુજબ તેઓ હવે બજારમાં દરરોજ ચકાસણી (ચેકિંગ) માટે આવશે. આ ઉપરાંત, FSSAI ના નવનિયુક્ત કમિશ્નર શ્રી તુકારામ મુંડે કાયદાના કડક પાલન માટે જાણીતા હોવાથી, વેપારીઓ કાયદાકીય મુશ્કેલીમાં ન મુકાય તે માટે વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે.

વેપારીઓએ ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો:
- સ્પષ્ટ લેબલિંગ: માલની બોરી કે ગુણી પર લગાડવામાં આવેલ લેબલની વિગતો એકદમ સ્પષ્ટ હોવી જરૂરી છે.
- સ્વચ્છતા: ગોડાઉન અને માલ રાખવાની જગ્યાએ યોગ્ય સાફ-સફાઈ જાળવવી.
- કામદારોનું હેલ્થ ચેકઅપ: માથાડી કામદારોની આરોગ્ય તપાસણી સમયસર કરાવવી ફરજિયાત છે.
- FSSAI નંબર: દલાલો કે ગ્રાહકોને માલ વેચતી વખતે તેમના FSSAI નંબર લેવા ફરજિયાત રહેશે.
- લાઈસન્સ રિન્યૂઅલ: FSSAI લાઈસન્સની મુદત પૂરી થવાના ૬ મહિના (૧૮૦ દિવસ) પહેલાં રિન્યૂ થઈ શકે છે, તેથી સમયસર રિન્યૂ કરાવી લેવું.
તમામ વેપારી ભાઈઓને માલ ઉતારતી વખતે અને વેપાર કરતી વખતે કાયદાકીય નિયમોનું સંપૂર્ણ પાલન કરવા વિનંતી કરાઈ છે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
