ગળાના કેન્સરના લક્ષણોમાં ગળામાં ખારાશ અને દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે, જેને સામાન્ય સમજી નજરઅંદાજ કરવી ભારે પડી શકે છે. અહીં જાણો 2 સપ્તાહથી વધુ ક્યા લક્ષણો જોવા મળે તો ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.
ગળાનું કેન્સર ત્યારે થાય છે જ્યારે કેન્સરના અસામાન્ય કોષો ગળાની નળી, વોયસ બોક્સ, ટોન્સિલ્સ કે ગળાના અન્ય હિસ્સામાં ઉદ્ભવવા લાગે છે. આ કોશિકાઓ ટ્યૂમરનું રૂપ લે છે અને વધવા લાગે છે. તેવામાં ગળાના કેન્સરને રોકવા માટે તેને શરૂઆતી સ્ટેજમાં પકડવું જરૂરી હોય છે. આ વિષે નિષ્ણાંત ડોક્ટર રવિ મેહરે મહત્વની જાણકારી આપી છે.

- ગળાના કેન્સરના શરૂઆતી લક્ષણોમાં ઘણીવાર દર્દીઓને તેવું લાગે છે કે તેના ગળામાં ખારાશ છે.
- ગળામાં કંઈ અટકેલું હોય તેવો અનુભવ થાય છે.
- ગળામાં દુખાવો થઈ શકે છે.
- ધીમે-ધીમે જ્યારે બીમારી વધે છે તો અવાજ ભારે થાય કે અવાજમાં ફેરફાર થાય છે.
- શરૂઆતી તબક્કામાં ખાવામાં સમસ્યા થઈ શકે છે.
- ભોજન ગળવામાં સમસ્યા થાય છે
- ઘણીવાર ખાંસી આવે છે અને ખાંસી ઘણા દિવસ સુધી રહે છે.
- જો ખાંસી લાંબો રમય રહે અને ખાંસીની સાથે લોહી આવે છે તો તે ગળાના કેન્સરનું લક્ષમ હોઈ શકે છે.
- ગળાના કેન્સરમાં ક્યારેક દર્દીનું વજન ઘટવા લાગે છે.
ગળાના કેન્સરમાં કાનમાં સમસ્યા
ડોક્ટર જણાવે છે કે ગળાના કેન્સરમાં કાનમાં પણ દુખાવો થઈ શકે છે. દર્દીના કાન સામાન્ય હોય છે, પરંતુ તેમાં દુખાવો એટલા માટે થાય છે કારણ કે ગળા અને કાનની નસની શરૂઆત એક જગ્યાએથી થાય છે. તેવામાં ગળાના કેન્સરમાં કાનમાં પણ દુખાવો થઈ શકે છે.
શ્વાસ લેવામાં સમસ્યા
ગળાનું કેન્સર વધી જાય તો શ્વસન નળીમાં મુશ્કેલી આવે છે, જેથી શ્વાસ લેવામાં સમસ્યા થાય છે, ઘણીવાર શ્વાસ અટકી જાય છે અને તેમ લાગે છે કે ગભરામણ થઈ રહી છે. પરંતુ શ્વાસ લેવામાં સમસ્યા કેન્સરના છેલ્લા સ્ટેજમાં જોવા મળે છે.

2 સપ્તાહ સુધી આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
જો વ્યક્તિને 2 સપ્તાહથી વધુ સમય સુધી અવાજમાં ફેરફારનો અનુભવ થાય છે, ગળામાં ખારાશ અને દુખાવો છે, ભોજન ગળવામાં સમસ્યા આવી રહી છે તો આ લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરો અને ENT સર્જનને દેખાડો.
ક્યા લોકોને વધુ ખતરો
ડોક્ટર જણાવે છે કે ગળાના કેન્સરનો સૌથી વધુ ખતરો પુરૂષોમાં હોય છે. આ તે લોકોમાં વધુ હોય છે જે ધૂમ્રપાન કે દારૂનું સેવન કરે છે. આ બંને વસ્તુમાં ગળાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
