મુંબઈમાં ઘનકચરા વ્યવસ્થાપન વધુ સક્ષમ કરવા અને શહેરના કોઈ પણ વોર્ડમાં કચરો ઉંચકવાનું કામ વાહનોની ઓછપના લીધે ઠપ્પ ન થાય એ માટે મુંબઈ મહાપાલિકાએ પગલાં ભર્યા છે. મહાપાલિકાએ ત્રણ મહિનાના સમય માટે રિફ્યૂઝ વેહિકલ પૂલ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
આ યોજના માટે કચરો ઉંચકવા 110 ખાનગી વાહન ભાડે લેવામાં આવશે. આ કચરો ભેગો કરવાના અતિરિક્ત કાફલાના લીધે કોઈ પણ વોર્ડમાં અતિરિક્ત વાહનોની જરૂર ઊભી થશે તો એ તરત ઉપલબ્ધ કરી આપવામાં આવી શકાશે. શહેરની કચરા સંકલન વ્યવસ્થા અખંડિત રાખવાનો મહાપાલિકાનો પ્રયત્ન છે.

મુંબઈમાં દરરોજ હજારો ટન કચરો નિર્માણ થાય છે. ચોમાસુ, વાહનમાં ખરાબી, વધેલો કચરો અથવા અન્ય આપત્કાલીન સ્થિતિમાં કચરો ભેગો કરવાનું કામ ખોરવાય નહીં એ માટે આ સ્વતંત્ર યોજના મહાપાલિકા ઊભી કરી રહી છે. મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન રિફ્યૂઝ વેહિકલ પૂલ યોજનાના કાફલામાં છ મેટ્રીક ટન ક્ષમતાના 30 મોટા કોમ્પ્કટર અને 600 કિલો ક્ષમતાના 50 વાહન સમાવેશ કરવામાં આવશે.
આ યોજનાના દરેક મોટા અને મિની કોમ્પેક્ટરમાં ભીના અને મિશ્ર કચરા સાથે સૂકો કચરો તથા ઈ-કચરા માટે સ્વતંત્ર ખાના હશે. વાહનમાં લિચેટ સંકલન વ્યવસ્થા, હાઈડ્રોલિક સિસ્ટમ, એલાર્મ, ઘંટો અથવા હૂટર તેમ જ ડ્રાઈવર અને કામદારો માટે જરૂરી જગ્યા ઉપલબ્ધ હશે.
નાના વાહનમાં પણ ટિપિંગ વ્યવસ્થા, બોડી, સ્વતંત્ર ઈ-કચરો ખાનુ અને સુરક્ષિત કચરા પરિવહનની સુવિધા હશે. વાહનો સ્વચ્છ રાખીને વાહનો પર સેનિટાઈઝરની ફવારણી કરવામાં આવશે.

જીપીએસ દ્વારા નજર
દરેક વાહન પર જીપીએસ લગાડવું કોન્ટ્રેક્ટર માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. મહાપાલિકા પોતાની જીપીએસથી દરેક વાહનનો માર્ગ, ફેરી, કામ અને ઉપસ્થિતિ પર સતત નજર રાખશે. આ સિસ્ટમથી તૈયાર થનારા અહેવાલના આધારે વાહનોનું કામ પૂરું થયાની ખાતરી કરવામાં આવશે. તેમ જ ઓછા વાહન પૂરા પાડવા, નિયોજિત ઠેકાણે ન જવું અથવા કચરો ભેગો કરવામાં બેદરકારી જણાશે તો દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
