સંગીતના શોખીનો માટે શુક્રવારની સાંજ યાદગાર બની રહી. પ્રખ્યાત મ્યુઝિકલ ગ્રુપ Musical Strings એ પોતાના 50મા શોની “ગોલ્ડન જુબિલી” ની ઉજવણી તા. 1લી ઓગસ્ટ 2026ના રોજ મુલુંડ ઈસ્ટ સ્થિત બોમ્બે પ્રેસિડન્સી ઈન્ટરનેશનલ સ્કૂલના BPIS હોલ, ઠાકુર નગર, હનુમાન ચોક, મુલુંડ ઈસ્ટ ખાતે ભવ્ય રીતે કરી. PHATA POSTER NIKLA BOLLYWOOD શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 1960ના દાયકાથી અત્યાર સુધીના બોલીવુડના કાલાતીત ગીતોની રજૂઆત કરવામાં આવી. સાંજે 430 વાગ્યે શરૂ થયેલો આ શો અંત સુધી સંગીતના માહોલથી ગુંજતો રહ્યો.





આ ભવ્ય આયોજનને સફળ બનાવવા બદલ આયોજક આરૂપ બેનરજી અને સહ-આયોજક રાજવી બેનરજી દ્વારા તમામ ગાયક-કલાકારો, સપોર્ટર ગુર્જરભૂમિ ન્યૂઝપેપરના શાંતિલાલભાઈ ઠક્કર, લાલજી સર, સંધ્યાબેન અરુણ ભીંડ, હીરાલાલભાઈ મૃગ, રાજેશ ડિજિટલ – પરેશભાઈ ઠક્કર, હીનાબેન વસંત મજેઠીયા, નિહારિકા, ચિંતન ઠક્કર – Infinity Cab, સેલિબ્રિટી સિંગર સંપદા ગોસ્વામી, કવિતા જાઘવ, નિકેશ સેજપાલ, પ્રકાશભાઈ તેમજ સતત પ્રોત્સાહન આપનાર અને સપોર્ટ કરનાર પલ્લવીબેન ઠક્કરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન એંકર અવિનાશ S. અને સવિતા હાંડે દ્વારા કરવામાં આવ્યું. ટેકનિકલ સપોર્ટ માટે Kishore Mirgal – Digital Sound, Pranjal Graphics – Videography મેહુલ શાહ & કિંજલ શાહ તેમજ Prashant Lightsની ટીમનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.







https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
