હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે દૂધની વાનગીઓમાં આવી ઝેરી અને દૃષિત ભેળસેળ નાગરિકોના જીવ સામે જોખમ ઊભું કરી શકે છે.
મુલુંડ પશ્ચિમના જૂના આગ્રા રોડ પર આસ્થા હોસ્પિટલ નજીક આવેલા દૂધના શોપમાંથી ગ્રાહકોને વેચવામાં આવતા પનીરમાં અત્યંત ખતરનાક અને ઝેરી ભેળસેળ થતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પાસે સત્તાવાર ફરિયાદ નોંધાવીને દોષિતો સામે તાત્કાલિક ફોજદારી ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ દુકાનમાંથી ખરીદેલા પનીરનો સેમ્પલ NABL માન્યતા પ્રાપ્ત ‘એનવાયરોકેર લેબ્સ’ (Envirocare Labs Pvt. Ltd.) ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યો હતો. આ લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટે તંત્રમાં ભારે હોબાળો મચાવી દીધો છે. આ રિપોર્ટ મુજબ, પનીર FSSR-2011 ના ધોરણો પર સંપૂર્ણપણે નાપાસ કર્યું છે.

તપાસ દરમિયાન પનીરમાંથી ‘સિટોસ્ટેરોલ’ મળી આવ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે દૂધમાં વનસ્પતિ તેલ અથવા અત્યંત હલકી કક્ષાની ચરબી (Vegetable Fat)ની ભેળસેળ કરવામાં આવી હતી. વધુમાં, આ પનીરમાં ‘કોલિફોર્મ કાઉન્ટ’ નિયત મર્યાદા કરતાં અનેક ગણો વધુ મળ્યો હતો અને માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક એવા ઈ. કોલાઈ (E. coli) બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આ ઉપરાંત ઈસ્ટ અને મોલ્ડનું પ્રમાણ પણ ભારે માત્રામાં હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે દૂધની વાનગીઓમાં આવી ઝેરી અને દૂષિત ભેળસેળ નાગરિકોના જીવ સામે જોખમ ઊભું કરી શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈને યુવા નેતા સિદ્ધાર્થ મોકળે એફડીએ કમિશનર તુકારામ મુંડે, અપર મુખ્ય સચિવ સંજય ખંડારે તેમજ મુલુંડ પોલીસને પત્ર લખીને કડક પગલાં ભરવા માંગ કરી છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
