મુલુંડ ચેકનાકા પાસે શુક્રવારે બપોરે રોડ ઓળંગી રહેલા એક ૫૬ વર્ષીય મહિલાનું બૃહમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસ નીચે આવી જતાં મોત નીપજ્યું છે. આ અકસ્માત ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ BEST બસ (રૂટ C-512/35) નેરુળ બસ સ્ટેશનથી મુલુંડ ચેકનાકા બસ સ્ટેશન તરફ જઈ રહી હતી. ટ્રાફિક સિગ્નલ લાલ હોવાથી બસ ઉભી હતી. જેવું સિગ્નલ લીલું થયું કે ડ્રાઈવરે બસ આગળ વધારી, તે જ સમયે મહિલા રોડ ઓળંગી રહી હતી.

મહિલા બસના આગળના જમણા ખૂણા સાથે અડફેટે આવી ગઈ હતી, જેના કારણે તે રોડ પર પડી ગઈ હતી. ત્યારબાદ બસનું જમણી બાજુનું ટાયર તેમના માથા પરથી ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃતક મહિલાની ઓળખ જયશ્રી ભાણજી પરમાર (૫૬) તરીકે થઈ છે. તાત્કાલિક પગલાં અને સારવાર અકસ્માત થતાં જ બસ કંડક્ટરે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાસ્થળે પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી ગયા હતા. મહિલાને ગંભીર હાલતમાં અગ્રવાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસ તપાસ શરૂ BEST બસના ડ્રાઈવર રવિ ભગવંત ભોઈસે (૩૩) અને કંડક્ટર શૈલેષ સુધાકર વાઘ (૨૬)ને બસ સાથે મુલુંડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
