રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં ફ્રેન્ડશીપ ડે નિમિત્તે યોજાયો યુવાનો માટેનો અનોખો કાર્યક્રમ
ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ઘાટકોપર સ્થિત આરાધ્યા ભક્તિ પાર્કમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં ‘ફ્રેન્ડશીપ અનપ્લગ્ડ’ પ્રોગ્રામ યોજાયો હતો. જેન ઝી સહિત મુંબઈના હજારો યુવાનોને આ પ્રોગ્રામમાં ફ્રેન્ડશીપની નવી પરિભાષા સાથે જીવનને સાચી દિશા આપનારી ‘કલ્યાણ મિત્રતા’ નો અનુભવ કરાવવામાં આવ્યો હતો.


ઇન્સ્ટાગ્રામ, ચેટ જીપીટી, સોશિયલ મીડિયા, સક્સેસ-ફેલયર અને સેલ્ફ -સેટિસફેકશન જેવા યુવાનોના સવાલો પર પરમ ગુરુદેવ સાથે યોજાયેલા અનોખા પોડકાસ્ટમાં તેમને જીવનના લોજિકલ સોલ્યુશન્સ અને અનેક લાઈફ મંત્ર મળ્યા હતા.

યુવાનોને પ્રેરણા આપતાં પરમ ગુરુદેવે કહ્યું હતું, “જેના ચહેરાની પ્રસન્નતાની રેખા, ભાગ્યની રેખા પર ડિપેન્ડન્ટ નથી તેની લાઈફ સક્સેસ.” સાથે જ “ટ્રેન્ડ ફોલોવર નહીં, ટ્રેન્ડસેટર બની જાઓ”, “દરેક નિષ્ફળતા, સફળતા સુધી પહોંચવાનું પગથિયું હોય છે અને “બહારની દુનિયામાં ખોવાઈ ન જાઓ, સ્વયંને ખોજી લો, બધું જ મળી જશે” જેવા જીવનમંત્રો આપ્યા હતા. તેમણે સમજાવ્યું હતું કે જીવનને સાચી દિશા આપનારા કલ્યાણ મિત્ર ગુરુની મિત્રતા કરતાં શ્રેષ્ઠ બીજી કોઈ મિત્રતા નથી.



આ અવસરને આધ્યાત્મિક ઊર્જાથી ભરતાં પરમ ગુરુદેવે હજારો યુવાનોને શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવી હતી, જ્યારે સુવિખ્યાત સિંગર શ્રી પાર્થિવભાઈ ગોહિલની ભક્તિગીતોની પ્રસ્તુતિએ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. પૂજ્ય શ્રી પરમ મહાસતીજીઓના પ્રયોગ દ્વારા “ઓનલાઈન ફ્રેન્ડ નહીં, ઓન -ટાઈમ ફ્રેન્ડ” બનવાનો સંદેશ અપાયો હતો. પરમ ગુરુદેવના સ્પર્શથી પાવન થયેલ 2000 જેટલી માળા- ‘ડિવાઇન ફ્રેન્ડશિપ બેલ્ટ’ યુવાનોને અર્પણ થતાં સમગ્ર વાતાવરણ ગુરુભક્તિમાં ‘પ્લગ ઇન’ થઈ ગયું હતું.

અંતે પરમ ગુરુદેવે જીવનમંત્ર આપ્યો હતો, “હેપી થનારા ક્યારેક સેડ થઈ શકે, કોઈકને હેપી કરનારા હંમેશા હેપી રહે.”

FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
