- આરોપીએ ૪૦ હજાર રૂપિયા અને આઈફોનની માંગ કરી યુવતીની માતાને વિડિયો મોકલ્યો
- પીડિતાની ફરિયાદ બાદ મુલુન્ડ પોલીસે પંજાબના સકનામ સિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો
સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની મિત્રતા કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્સો મુલુન્ડમાં સામે આવ્યો છે. સ્નેપચેટ (Snapchat) પર થયેલી ઓળખાણ બાદ એક યુવતીનો અશ્લીલ વિડિયો રેકોર્ડ કરી તેને બ્લેકમેલ કરનારા પંજાબના સકનામ સિંહ નામના યુવક વિરુદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે.
ઓનલાઈન દોસ્તીથી શરુ થયો ખેલ

મુલુન્ડ (વેસ્ટ)ના એલબીએસ માર્ગ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય કેરટેકર યુવતી (નામ બદલ્યું છે)ને ગત ૧૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સ્નેપચેટ પર ‘આરુષ આઈવોન્ટ’ નામના આઈડી પરથી ‘હાય’નો મેસેજ આવ્યો હતો. યુવતીએ મેસેજનો જવાબ આપતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. સામેથી વાત કરી રહેલા સતનામ સિંહ સાથે યુવતીની મિત્રતા વધી અને તેમણે મોબાઈલ નંબરની આપ-લે કરી હતી.
શરૂઆતમાં વિશ્વાસ કેળવ્યા બાદ, પંજાબમાં રહેતા સતનામે ૨૭ જુલાઈના રોજ પોતાની આર્થિક જરૂરિયાતનું બહાનું બતાવી યુવતી પાસેથી ૪,૦૦૦ રૂપિયા મેળવી લીધા હતા.
વિડિયો કોલ દરમિયાન સાઈબર સેટઅપ
એ જ રાત્રે સતનામે યુવતીને વિડિયો કોલ કર્યો હતો. કોલ દરમિયાન તેણે યુવતીને નિર્વસ્ત્ર થઈ અશ્લીલ ચેનચાળા કરવા દબાણ કર્યું હતું. યુવતીએ તુરંત જ આ વાતનો સખત વિરોધ કરીને ફોન કાપી નાખ્યો હતો. જોકે, આરોપીએ સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા યુવતીનો અશ્લીલ વિડિયો રેકોર્ડ કરી લીધો હતો.
રૂ. ૪૦ હજાર અને આઈફોનની માંગ, માતાને મોકલ્યો વિડિયો

૨૯ જુલાઈના રોજ આરોપી સતનામે પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. તેણે યુવતી પાસે ૪૦,૦૦૦ રૂપિયા અને એક આઈફોનની માંગણી કરી હતી. જો માંગ પૂરી ન થાય તો અશ્લીલ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ગભરાયેલી યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો.
પરંતુ આરોપીની હિંમત એટલી વધી ગઈ કે ૩૦ જુલાઈએ તેણે આ અશ્લીલ વિડિયો યુવતીની માતાના મોબાઈલ પર મોકલી આપ્યો હતો. આ ઘટનાથી સ્તબ્ધ થયેલી યુવતીએ હિંમત દાખવીને તાત્કાલિક મુલુન્ડ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી સતનામ સિંહ વિરુદ્ધ બ્લેકમેલિંગ, આઈટી એક્ટ અને ધમકી આપવાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
