ભારે વરસાદના કારણે સુરત સહિતના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તાર પાણીપાણી થઈ ગયા છે. વરસાદ પછી જ્યારે રોડ રસ્તા પર પાણી ભરાય છે તો અમુક લોકો ખુલ્લા પગે પાણીમાં નીકળી પડે છે. પરંતુ વરસાદના પુરના પાણીમાં ફરવાની મજા સજા બની શકે છે. કારણ કે આ ગંદા પાણી ચામડીના ગંભીર ચેપનું કારણ બની શકે છે.
વરસાદ પછી રોડ-રસ્તા પર ભરાયેલું પાણી ગંદકીથી ભરપુર હોય છે. આ પાણીમાં એવા જીવજંતુ પણ ફરતાં હોય છે જે ત્વચાને ગંભીર નુકસાન કરી શકે છે. ચોમાસા પછી ત્વચા રોગની સમસ્યાઓ વધી જતી હોય છે. તો ચાલો તમને જણાવીએ ચામડીના એવા રોગ વિશે જે પુરના પાણીના કારણે ફેલાય શકે છે.

લેપ્ટોસ્પાયરોસિસ
ચોમાસામાં ચામડીની આ તકલીફ સૌથી વધારે જોવા મળે છે. લેપ્ટોસ્પાયરોસિસ એક પ્રકારનું બેક્ટેરિયલ ઈન્ફેકશન છે. આ ઈન્ફેકશન માણસોને થવાનું મુખ્ય કારણ હોય છે. ગંદા પાણીમાં ભળેલું ઉંદરનું યૂરિન. જો તમને પગમાં ચીરા છે કે પહેલા કોઈ ઘા છે અને તમે ગંદા પાણીમાં ફરો છો તો પાણીમાં રહેલા કીટાણું તમારા શરીરમાં જતા રહે છે અને પછી લેપ્ટોસ્પાયરોસિસ નામનો ચામડીનો રોગ થઈ જાય છે.
ડર્મેટાઈટિસ
ડર્મેટાઈટિસ પણ એક સ્કિન રિએકશન છે જે ચોમાસામાં સૌથી વધુ જોવા મળે છે. આ સમસ્યા એવા લોકોને વધારે થાય છે જે વરસાદી પાણીમાં ખુલ્લા પગે ફરતા રહે છે. વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યારે તેમાં તમામ પ્રકારની ગંદકી એકઠી થઈ હોય છે. આવા પાણીમાં ફરવાથી સ્કિન પર લાલ નિશાન થઈ જાય છે, ખંજવાળ આવે છે, ત્વચામાં બળતરા થાય છે.
ફોલિકુલિટિસ
ફોલિકુલિટિસ પણ ચોમાસા દરમિયાન વધી જાય છે. ચામડીનો આ રોગ પુરના પાણીમાં પગ કલાકો સુધી પલાળવાથી થઈ શકે છે. પાણીમાં કલાકો સુધી પલળવાના કારણે વાળના મૂળમાં ગંદકી જાય છે અને ઈન્ફેકશન થઈ જાય છે. આ સમસ્યાના લક્ષણો છે પગમાં લાલ દાણા નીકળવા, ચામડીમાં બળતરા થવી, ચામડીમાં ખંજવાળ આવવી.

એથલીટ ફુટ
એથલીટ ફુટ ચોમાસામાં સૌથી વધુ ફેલાતું ત્વચાનું ઈન્ફેકશન છે. આ બીમારી સંક્રામક છે. પગના આંગળાની વચ્ચે ભેજ રહે ત્યારે સ્કિન ઈન્ફેકશન થવા લાગે છે. આ ઈન્ફેકશનમાં પગના તળીયામાં ખંજવાળ આવે છે. પગમાં બળતરા થાય છે. ધીરે ધીરે ત્વચા લાલ થઈ જાય છે અને પછી સ્કિન પરથી પોપડી ખરવા લાગે છે.
ત્વચા રોગથી બચવાનો ઉપાય
ઉપર જણાવેલા ત્વચા રોગોથી બચવાનો સૌથી સરળ રસ્તો છે કે પુરના પાણીમાં ફરવા નીકળવું નહીં.
ચોમાસામાં ભીના મોજા, જૂતા ચપ્પલ પહેરવા નહીં.
વરસાદી પાણીથી પગ પલળે તો પગને તુરંત કોરા કરવા.
પગમાં ખંજવાળ કે બળતરા થાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/KcltnvXQoy0HtncpMXCPRr
For more details… Contact 9322529232 / 9324483455
