મુંબઈ મહાપાલિકાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પ્રમોશન મળવા છતાં એ પદ સ્વીકારતા ન હોવાનું જણાયું છે. એની નોંધ લઈને મહાપાલિકા પ્રશાસને પ્રમોશન બાબતની નવી નિયમાવલી જાહેર કરી છે.એ અનુસાર કોઈ કર્મચારી ખાસ વિભાગ, કાર્યાલય કે પદ પર પ્રમોશન ટાળવાના ઉદ્દેશથી નકારશે તો વિભાગીય પ્રમોશન સમિતીની કાર્યવાહી પૂરી થયા પછી બીજા વિભાગ કે કાર્યાલયમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
તાજેતરમાં બે એક્ઝિક્યુટીવ એન્જિનિયર અને આઠ આસિસ્ટંટ એન્જિનિયરોએ અનુક્રમે સબચીફ એન્જિનિયર અને એક્ઝિક્યુટીવ એન્જિનિયર પદ પરનું પ્રમોશન નકાર્યું હતું.એ પછી મહાપાલિકામાં વિરોધી નેતાઓએ તેમના નિર્ણયની તપાસ કરવાની માગણી કરી હતી. તપાસની માગણી પછી મહાપાલિકા પ્રશાસને 29 જૂનના કર્મચારીઓના પ્રમોશન નકારવા સંબંધી પોતાના 1992ના પરિપત્રમાં સુધારા કરતો આદેશ જારી કર્યો.

સુધારેલા પરિપત્ર અનુસાર પ્રમોશનનો આદેશ સંબંધિત કર્મચારીઓએ લેખિત સ્વરૂપે તેમ જ તેમના અધિકૃત ઈમેઈલ પર મોકલવામાં આવશે.પ્રમોશનનો આદેશ સ્વીકાર્યાની તારીખથી પંદર દિવસમાં કર્મચારીએ નવો પદભાર સ્વીકારવો પડશે. વિભાગ પ્રમુખે કર્મચારીને વધુમાં વધુ સાત દિવસમાં કાર્યમુક્ત કરવો ફરજિયાત રહેશે.
જો વિભાગ પ્રમુખ કાર્યમુક્તિનો આદેશ જારી ન કરે તો પણ કર્મચારીએ મુદત અનુસાર રાહ ન જોતા નવા પદ પર હાજર થવાનું રહેશે. જો સંબંધિત કર્મચારી પ્રમોશનનો આદેશ સ્વીકાર્યાની તારીખથી પંદર દિવસમાં નવા પદનો કાર્યભાર ન સ્વીકાર્યો તો એણે પ્રમોશન નકાર્યું છે એમ માનવામાં આવશે.
જો કર્મચારી પ્રમોશન નકારશે તો બે વર્ષ માટે પ્રમોશન માટે ગેરલાયક ગણાશે અને આ સમયગાળામાં એ પ્રમોશનને પાત્ર નહીં રહે. અપાત્રતાના સમયગાળામાં પ્રમોશન મેળવનાર જુનિયર કર્મચારી, પ્રમોશન નકારનાર કર્મચારી કરતા સીનિયર ગણાશે. ઉપરાંત પ્રમોશન નકારવાથી બે વર્ષના સમયગાળા માટે પ્રમોશન માટે ગેરલાયક ઠરેલા કર્મચારીનો પ્રમોશનનો દાવો, પ્રચલિત નિયમ અને વિભાગીય પ્રમોશન સમિતીના ભલામણોના આધીન રહીને કર્મચારીની લેખિત વિનંતી રજૂઆત વિના આપોઆપ ફરીથી લાયક નહીં ગણાય એમ મહાપાલિકાએ જારી કરેલા નવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
