વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ દુર્લક્ષ કર્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ…
ડોમ્બિવલી ઈસ્ટમાં આવેલા ૯૦ ફીટ રોડ વિસ્તારમાં મહાવિતરણ (વીજ કંપની) ની કથિત ગંભીર બેદરકારીના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં રસ્તા કિનારે આવેલું એક વીજ ટ્રાન્સફોર્મર અચાનક આખેઆખા થાંભલા (પોલ) સાથે ચાલુ રોડ પર ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા બે મોટરસાઈકલ સવાર તેની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે આ થાંભલો જોખમી હાલતમાં હોવાથી તેને વહેલી તકે રિપેર કરવા અથવા બદલવા માટે સંબંધિત અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને સતત ફોલોઅપ લેવાયો હતો. તેમ છતાં અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી ન લીધી અને તેને નજરઅંદાજ કરી, જેના કારણે આજે આ મોટી હોનારત સર્જાઈ છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
