તમારી સાથે પણ એવું ઘણીવાર થયું હશે કે રાત્રે પથારીમાં સૂતા સૂતા ફોન સ્ક્રોલ કરી રહ્યા હોય અને અચાનક જ ફોન ધડામ કરતો ફેસ પર આવી પડે. આવું થવા પાછળનું કારણ શું છે ન્યૂરોલોજિસ્ટે જણાવ્યું છે. ચાલો તમને પણ જણાવીએ આ અંગેનું કારણ.
લોકોને ટેવ હોય છે કે કામકાજ પુરા કરી પથારી પર આરામથી સૂવે અને પછી ફોન હાથમાં લઈ ફોન સ્ક્રોલ કરવા લાગે. બેડ પર સૂતા સૂતા ફોન જોતા હોય અને અચાનક આંખ ભારે થઈ જાય અને ફોન અચાનક ચહેરા પર ધડામ કરતો આવી પડે. આવું અનેક લોકો સાથે વારંવાર થાય છે. આ ઘટનાને લોકો સામાન્ય સમજે છે પરંતુ આવું થવા પાછળ ખરેખર કયું કારણ જવાબદાર હોય છે ચાલો તમને જણાવીએ.
ન્યૂરોલોજિસ્ટ અનુસાર જ્યારે આપણને ઊંઘ આવવું શરુ થાય છે તો નર્વસ સિસ્ટમમાં હલચલ શરુ થઈ જાય છે. જ્યારે આપણું શરીર ઊંઘ આવવાની શરુઆતમાં હોય છે ત્યારે આપણું મગજ શરીરને આરામ આપવાની તૈયારી શરુ કરી દે છે. આ તૈયારીના ભાગરુપે આપણી નર્વસ સિસ્ટમ સ્નાયૂની હરકતોને સ્લો કરવાનું શરુ કરે છે. મગજથી લઈ સ્નાયૂ સુધી જતા સિગ્નલ ઓછા થવા લાગે છે અને મસલ્સ ધીરે ધીરે રિલેક્સ થવા લાગે છે. એટલે કે શરીર હળવું થાય છે અને કંટ્રોલ ઓછો થઈ જાય છે.

જ્યારે ઊંઘની પ્રક્રિયા દરમિયાન આપણું શરીર રિલેક્સ થવા લાગે છે ત્યારે ફોન પરથી આંગળીની પકડ ઓછી થઈ જાય છે. મોબાઈલને મજબૂતીથી પકડ્યો હોય તો પણ મસલ્સ રિલેક્સ થાય એટલે હાથની પકડ છુટી જાય છે અને ફોન માથા પર આવી પડે છે. આવું થવું એ વાતનો પણ સંકેત છે કે આપણું મગજ આપણા શરીરને ગાઢ ઊંઘમાં લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રક્રિયાને સ્લીપ સ્ટાર્ટ પણ કહેવામાં આવે છે. ઊંઘમાં જતા પહેલા આપણું શરીર અને સ્નાયૂ એક ઝટકાથી રિલેક્સ થાય છે અને મોબાઈલ પરની પકડ છુટી જાય છે.
ઘણીવાર અર્ધજાગૃત અવસ્થામાં એવું લાગે કે અચાનક તમે બેડ પરથી પડ્યા કે માથું નીચે પટકાયું. આવું થવા પાછળ પણ સ્લીપ સ્ટાર્ટ ઝટકો જવાબદાર હોય છે. આવો ઝટકો શા માટે લાગે છે તેનું સ્પષ્ટ કારણ તો નથી પણ એક થિયરી પ્રખ્યાત છે, આ થિયરી અનુસાર જ્યારે આપણા સ્નાયૂ ઝડપથી ઢીલા પડવા લાગે છે ત્યારે મગજ કન્ફ્યુઝનમાં હોય છે અને શરીરના રિલેક્સ થવાની પ્રક્રિયાને પડવાનો અનુભવ સમજે છે. એટલે આપણે બેડ પર સૂતા હોય તો પણ એવો અનુભવ થાય છે કે ઊંચાઈથી નીચે પડ્યા.
આ કોઈ ગંભીર સમસ્યા નથી. જો તમે રાત્રે સૂતા પહેલા ફોન જોવાનું બંધ કરી દેશો તો આવી સમસ્યા થશે જ નહીં. હા રાત્રે સૂતા પછી વારંવાર ઊંઘ તુટી જાય, શરીરમાં અસામાન્ય હરકતો થતી હોય તો પછી ન્યૂરોલોજિસ્ટને બતાવવું જોઈએ.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
