પબ્લિક પાર્કિંગનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે દાદર પશ્ર્ચિમમાં જગન્નાથ સાવંત રોડ પર પબ્લિક પાર્કિંગ સ્થળને ‘મૉડેલ પાર્કિંગ’ સુવિધા તરીકે વિકસાવવાનો મુંબઈ મહાનગપાલિકાએ નિર્ણય લીધો છે, જેમાં પાર્કિંગ જગ્યની સ્વચ્છતા વધારવાની સાથે સીસીટીવી બેસાડીને મહિલા વાહનચાલકો માટે સલામતી સુધારવા માટે ખાસ પગલાં લેવામાં આવવાના છે. એ સાથે જ સ્થાનિક રહેવાસીઓને માસિક પાર્કિંગ પાસ પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને પહેલા તબક્કામાં ૪૦૦ ક્ધસેશનલ પાસ ઓફર કરવામાં આવશે. જો આ પહેલને સકારાત્મક પ્રતિસાદ મળશે, તો આ મૉડેલને સમગ્ર મુંબઈમાં અન્ય જાહેર પાર્કિંગ સુવિધાઓમાં પણ લાગુ કરવામાં આવશે. ભવિષ્યમાં પાલિકા વેલેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ વિચાર કરી રહી છે.
મુંબઈમાં વાહનનો વધતી સંખ્યા સામે પાર્કિંગ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા અને ટ્રાફિક ભીડ ઘટાડવાના પાલિકાએ અનેક ઉપાયોજના અમલમાં મૂકી છે, જેમાં તમામ વાહનચાલકોને અધિકૃત અને સુરક્ષિત પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પાલિકાએ સંપૂર્ણ મહાનગરમાં પાર્કિંગની સુવિધા ઊભી કરી છે. પાલિકા પાસે જુદા જુદા સ્થળે હાલમાં ૩૭ અધિકૃત પાર્કિંગ સુવિધા છે, જેની સંયુક્ત ક્ષમતા ૩૦,૧૩૫ વાહનો છે.

‘મોડલ પાર્કિંગ’ પહેલના ભાગ રૂપે પાલિકાએ શિસ્ત સુધારવા માટે નો-પાર્કિંગ ઝોનને સ્પષ્ટ રીતે ઓળખવા માટે લાલ-કાળા માર્કિંગ અને ઓડ-ઇવન તારીખ પાર્કિંગ વ્યવસ્થા દર્શાવવા માટે લાલ-સફેદ માર્કિંગનો સમાવેશ થાય છે. વાહનચાલકોને નિયુક્ત પાર્કિંગ સ્થળોએ લઈ જતા દિશા નિર્દેશક સાઇન બોર્ડ પણ વધારવામાં આવ્યા છે.
પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે જગન્નાથ સાવંત માર્ગ પાર્કિંગ સુવિધા લગભગ ૧,૦૦૦ વાહનોને સમાવી શકે છે, જ્યારે કોતવાલ ગાર્ડન સામેનો પરિસર, કબુતરખાના, ગણેશ પેઠ ગલી અને ટી.આર. સાવંત માર્ગથી બાલ ગોવિંદદાસ માર્ગ જેવા આસપાસના વિસ્તારોને નો-પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર પાર્કિંગને રોકવા માટે ૨૦૦થી વધુ ‘નો પાર્કિંગ’ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેની સંખ્યા હજી વધારવામાં આવશે. અમે નો-પાર્કિંગ વિસ્તારો માટે લાલ-કાળા કર્બ માર્કિંગ, ઓડ-ઇવન પાર્કિંગ નિયમો માટે લાલ-સફેદ માર્કિંગ અને મોટરચાલકોને નિયુક્ત પાર્કિંગ સુવિધાઓ તરફ દોરી જવા અને રસ્તાની બાજુમાં ભીડ ઘટાડવા માટે એલિવેટેડ સાઈન બોર્ડ બેસાડવામાં આવવાના છે.
તો ટ્રાફિક પોલીસ વાહનો ઉપાડી જશે
અભિજિત બાંગરે વધુમાં ઉમેર્યું હતું કે, પાર્કિંગ વ્યવસ્થાપનને સુધારવાના તેના પ્રયાસના ભાગ રૂપે પાલિકા વેલેટ પાર્કિંગ સેવાઓ શરૂ કરવા પર વિચાર કરી રહી છે. પહેલી જુલાઈથી જગન્નાથ સાવંત માર્ગ અને તેની આસપાસના વિસ્તારોમાં નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ અને ટોઇંગનો સમાવેશ થાય છે. જો આ પહેલને રહેવાસીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળે છે, તો મુંબઈના અન્ય ભાગોમાં પણ આવા પગલાં લઈ શક
ાય છે, જેનાથી પાર્કિંગ શિસ્ત સુધારવામાં મદદ મળશે અને ટ્રાફિક જામમાંથી થોડી રાહત મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
