બે મહિના અગાઉ ગોરેગાંવમાં નેસ્કો સેન્ટર ખાતે એક કોન્સર્ટ દરમિયાન બે યુવકોનાં ડ્રગ ઓવરડોઝના કારણે મોત નીપજ્યાની ઘટનાની યાદ તાજી કરાવી દે તેવા એક બનાવમાં વર્લીમાં એનએસઆઈ ડોમમાં યોજાયેલી કોન્સર્ટમાં ૨૮ વર્ષના એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે આવેલી યુવતી ભારે અસ્વસ્થ બની જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
પોલીસના દાવા અનુસાર બંનેએ કદાચ વધારે પડતો દારુ પી લીધો હોય તેવી શક્યતા છે. જોકે, નેસ્કો કેસની જેમ આ પણ ડ્રગ સેવનનો કેસ છે કે કેમ તે એંગલથી પણ તપાસ ચાલુ કરવામાં આવી છે. તારદેવ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વર્લીના એનએસસીઆઈ ડોમ ખાતે આયોજિત ‘ક્લેંગકુનેસ્ટલ્ર ઓલ નાઇટ લોંગ’ મ્યુઝિકલ શો શનિવારે રાતે યોજાયો હતો.

આ કોન્સર્ટમાં આવલા માહિમના રહીશ ૨૮ વર્ષીય વૃષભ મહેન્દ્ર ગાર્ગુડેની તબિયત અચાનક લથડી હતી. તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તબીબોએ તે મૃત્યુ પામી ચૂક્યો હોવાનું જણાવ્યું હતું. તેની સાથે આવેલી ૩૧ વર્ષીય યુવતીએ પણ પોતે ભારે અસ્વસ્થતા અનુભવી રહી હોવાની ફરિયાદ કરી હતી. આ યુવતીએ પોતે કેટલાંક એનર્જી ડ્રિંક્સ સાથે દારુનું સેવન કર્યાનું જણાવ્યું હોવાનું કહેવાય છે.
તપાસમાં અત્યાર સુધી કોઈપણ પ્રકારના ડ્રગ્સના ઉપયોગના કોઈ પુરાવા સામે આવ્યા નથી. ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.
ઉપરાંત મૃતકના મિત્રો અને કાર્યક્રમના આયોજકો તેમજ વેન્યુ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી ઘટનાઓ બાબતે વધુ સ્પષ્ટતા મળી શકે.તેમણે જણાવ્યું કે તારદેવ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુનો અહેવાલ (એડીઆર) નોંધવામાં આવ્યો છે.

આ વર્ષે એપ્રિલમાં, મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી આપનારા બે એમબીએ વિદ્યાર્થીઓનું ડ્રગ ઓવરડોઝને કારણે મૃત્યુ થયું હતું. બાદમાં પોલીસે આ કેસના સંદર્ભમાં અનેક લોકોની ધરપકડ કરી હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
