અત્યારે મુંબઈમાં 10 ટકા પાણીકપાત લાગુ છે. અનેક ઠેકાણે જરૂરિયાત કરતા ઓછા દબાણથી પાણી મળી રહ્યું છે. તેમ જ માટીવાળું પાણી મળતું હોવાની સમસ્યા ખાસ કરીને પશ્ચિમ ઉપનગરોમાં છે. એ ધ્યાનમાં લઈને મહાપાલિકા કે પશ્ચિમ, પી દક્ષિણ, પી ઉત્તર, આર દક્ષિણ, આર મધ્ય અને આર ઉત્તર વોર્ડમાં જૂની પાઈપલાઈન બદલવા સાથે તેનું રિપેરીંગ કરવાનો નિર્ણય લીધો છે. એના માટે 30 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.
પશ્ચિમ ઉપનગરોમાં અંધેરી, મલાડ, ગોરેગાવ, બોરીવલી, દહિસર ખાતે કેટલીક જૂની પાઈપલાઈન જૂની થઈ છે. તેમ જ કેટલાક ઠેકાણે કોંક્રિટના રસ્તામાં પાઈપલાઈન અટવાઈ ગઈ છે. તેથી પાણીનું ગળતર, દૂષિત પાણીની ફરિયાદ વારંવાર મહાપાલિકાને મળી રહી છે. આ ઠેકાણે પાઈપલાઈનનું ગળતર રોકીને પાણી પુરવઠો કરવા ત્યાં નવી પાઈપલાઈન નાખવામાં આવશે.

મહાપાલિકા અધિકારીની માહિતી અનુસાર પરિવહન પોલીસ, મહાપાલિકાના વિવિધ વોર્ડ અને અન્ય યંત્રણા સાથે સમન્વય સાધીને કામ પાર પાડવામાં આવશે. અનેક ઠેકાણે કોંક્રિટ રસ્તા અને રાહદારી માર્ગ નીચેની પાઈપલાઈન બદલવાનું કામ કરવામાં આવશે.
પાણીની ચોરી રોકવાનો મોટો પડકાર મહાપાલિકા સમક્ષ છે. મુંબઈને થતા પાણી પુરવઠામાંથી લગભગ 34 ટકા પાણી નોન-રેવેન્યૂ અર્થાત હિસાબ વિનાનું છે. એમાં પાણી ગળતર અને ચોરીનું પ્રમાણ વધારે છે. માનખુર્દ, ગોવંડી, ચેંબુર, કુર્લા, ધારાવી, સાયન, બાન્દરા, દહિસર વગેરે ઠેકાણે પાણી ચોરીની ઘટના સતત બને છે. તેથી પાણીનું ગળતર રોકવા માટે પાઈપલાઈન બદલવાના કામને મહાપાલિકાએ અગ્રતા આપી છે.

એન્જિનિયરો દ્વારા તપાસ નવી પાઈપલાઈનની હાઈડ્રોલિક ટેસ્ટ કર્યા પછી જ એ શરૂ કરવામાં આવશે. જૂની પાઈપલાઈન નવી યંત્રણા સાથે જોડવા ક્રોસ કનેક્શનના કામ પણ કરવામાં આવશે. કામ દરમિયાન ખોદકામ થયેલા રસ્તાને ફરીથી બાંધવાનું કામ સંબંધિત ધોરણ અનુસાર કરવું પડશે. પાઈપલાઈન બદલવાના કામ માટે વાપરવામાં આવતી તમામ સામગ્રી ઉંચા દરજ્જાની હોવી જરૂરી છે. સામગ્રીના નમૂના એન્જિનિયરની મંજૂરી પછી જ વાપરી શકાશે. મહાપાલિકાના એન્જિનિયરોને કોઈ પણ સામગ્રી તપાસીને મોકલવાનો અધિકાર છે. એનો ખર્ચ કોન્ટ્રેક્ટરે કરવાનો છે. હલકા દરજ્જાની સામગ્રી જણાશે તો એ ચોવીસ કલાકમાં હટાવવાનો આદેશ આપવામાં આવશે.
સમન્વય જાળવવાની કસોટી પાઈપલાઈનના કામ સાંકડા રસ્તા, હાલની પાઈપલાઈન અને વિવિધ યંત્રણાઓના સુવિધાના પરિસરમાં કરવામાં આવશે. તેથી એમએમઆરડીએ, આરે પ્રશાસન અને મહાપાલિકાના વિવિધ વિભાગ સાથે સમન્વય રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. આ કામ દરમિયાન ટ્રાફિકજામ, અન્ય હેરાનગતિ ટાળવી મોટો પડકાર છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
