મુંબઈમાં વધતી ગરમી અને ભેજવાળા વાતાવરણ વચ્ચે વીજળીની માગણીએ નવો વિક્રમ બનાવ્યો છે. ગયા મહિને 4,372 મેગાવોટની સર્વોચ્ચ માગણી નોંધાયા બાદ 11 મે સોમવારે શહેરની પીક ડિમાંડ વધીને 4,540 મેગાવોટ સુધી પહોંચી ગઈ હતી. વધતા તાપમાનને કારણે પંખા અને એર-કન્ડિશનરના વધતા ઉપયોગથી વીજ વપરાશમાં ભારે વધારો નોંધાયો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, ટાટા પાવર અને અદાણી અદાણી ઈલેક્ટ્રિસિટી મળીને માત્ર 865 મેગાવોટ વીજળીનું સ્થાનિક ઉત્પાદન કરી શક્યા હતા, જ્યારે બાકીનું 3,675 મેગાવોટ વીજ પુરવઠો શહેરની બહાર નેશનલ ગ્રિડમાંથી મેળવવો પડ્યો હતો. સ્થાનિક ઉત્પાદન અને વાસ્તવિક માગણી વચ્ચેનો મોટો તફાવત હવે મુંબઈ માટે મોટો માળખાકીય પડકાર બની રહ્યો છે.

વીજ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ડેટા સેન્ટરોના ઝડપી વિસ્તરણ, ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનોની વધતી સંખ્યા અને મેટ્રો લાઈનો 1, 3, 2એ અને 7 માટેની વધતી ટ્રેક્શન માગણી વીજ વપરાશમાં વધારો કરી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મુંબઈની ટોચની વીજ માગણી 4,000થી 4,400 મેગાવોટ વચ્ચે રહી છે, પરંતુ આગામી સમયમાં તે 5,000 મેગાવોટ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વીજ પુરવઠાની વિશ્વસનીયતા જાળવવા માટે ગયા મહિને 1,000 મેગાવોટ ક્ષમતાવાળી હાઈ- વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (એચવીડીસી) લિંક શરૂ કરવામાં આવી હતી. આ લિંકના કારણે મુંબઈની બાહ્ય વીજ પુરવઠા ક્ષમતામાં લગભગ 50 ટકા વધારો થયો હોવાનું જણાવાયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
