થાણામાં રહેતી અને મુલુંડ(વે)માં વિણાનગર સામેના રૂનવાલ આર સ્કવેર કોમર્શિયલ બિલ્ડીંગમાંની એક કંપનીમાં કામ કરતી મિતાલી પાટિલ (૨૫) નામની યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. ૨૫ મે ૨૦૨૬ના રોજ રોજીંદા ક્રમ અનુસાર સવારે ૯ કલાકે થાણામાંના ઘરેથી નીકળીને મુલુંડ (વે)માં આર સ્કવેર સ્થિત કંપનીમાં નોકરી કરવા માટે આવતી હતી. તેની ઓફિસ રાત્રે પોણા આઠ કલાકે છૂટતા વીણાનગર બસ સ્ટોપ પરથી બસ ક્રમાંક ૪૧૨ પકડીને મુલુંડ રેલવે સ્ટેશન આવીને થાણા જવા ટ્રેઈન પકડતી હતી.

ઘટનાના દિવસે વિણાનગર બસ સ્ટોપ પર બસ પકડવા ઊભી હતીઅને મોબાઈલ ખિસ્સામાં મૂક્યો હતો. હતી અને ૪૧૨ નંબરની બસ આવી ત્યારે તેણે એપલ કંપનીનો આઈફોન ૧૭ જીબી મોડલ તેણે પેન્ટના જમણી બાજુના બસમાં ચડયા બાદ બસ થોડી આગળ ગઈ અને મિતાલીને કંઈક અહેસાસ થયો અને જમણી બાજુ ખિસ્સા પર હાથ જતાં તે ૯ ખાલી જણાયું, મતલબ કોઈ અજ્ઞાત શખ્સએ તેણીનો મોબાઈલ વ ચોરી લીધો હતો.

મિતાલીએ આજુબાજુ પેસેન્જરોને પૂછતાં કોઈને ફા કંઈ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું. એપલ કંપનીનો રૂા. ૧,૩૨,૦૦૦ની કિંમતનો સિલ્વર કલરના મોબાઈલ ચોરીની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં તેણે નોંધાવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
