હાલમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું હોવાથી બાળકો અને પરિવારો મોટી સંખ્યામાં ગાર્ડનની મુલાકાત લઈ રહ્યાં છે ત્યારે મુલુંડ વેસ્ટના સ્વપ્નનગરીમાં આવેલું બીએમસીનું પ્રખ્યાત સરદાર પ્રતાપસિંહ ગાર્ડન (વસંત ગાર્ડન)ની અત્યંત બિસ્માર હાલત છે. આ ગાર્ડન સમગ્ર ઈસ્ટર્ન સબર્બ્સમાં ખૂબ જાણીતું હોવાથી અહીં દરરોજ સેંકડો નાગરિકો આવે છે, પરંતુ બીએમસીની બેદરકારીને લીધે અહીં આવતાં બાળકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.
ગાર્ડનમાં બાળકો માટેનાં રમવાના લગભગ તમામ સાધનો અને સ્લાઈડ્સ અત્યારે તૂટેલાં છે. સૌથી ગંભીર બાબત એ છે કે બાળકોના પ્લે-એરિયામાં ઠેરઠેર જોખમી અને ઊંડા ખુલ્લા ખાડા જોવા મળી રહ્યા છે. વેકેશનને કારણે બાળકોનો ધસારો વધુ હોવાથી આ ખાડા અને તૂટેલાં સાધનો કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે.

આ ગાર્ડન જે પ્લોટ પર છે ત્યાં અગાઉ સ્મશાનગૃહનું રિઝર્વેશન હતું. સ્થાનિક હિલ સાઈડ રેસિડેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન (હીરવા) અને મલબાર હિલ રેસિડેન્ટ્સ એસોસિએશન (એમએચઆરએ) દ્વારા બાળ ઠાકરે અને તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર જોશી સમક્ષ રજુઆત કરીને આ રિઝર્વેશન હટાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભૂતપૂર્વ મેયર આર.આર.સિંહના માર્ગદર્શન હેઠળ આ પ્લોટ ગાર્ડન અને સ્કૂલ માટે અનામત રાખવામાં આવ્યો હતો. ૧૯૯૬માં આ ગાર્ડન વિકસાવીને બીએમસીને સોંપવામાં આવ્યો હતો, પરંતુ આજે એની જાળવણીના નામે ઝીરો કામગીરી જોવા મળી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
