મહાદેવજીના ૧૦૦ અવતારો છે. જેમાં અઠયાવીસ અવતાર એ યોગીશ્વર અવતાર છે. પ્રત્યેક દ્વાપરયુગના અંતમાં ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટય થાય ત્યારે વ્યાસજીને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી યોગીશ્વર બનીને આવે.
જ્યારે પ્રથમ દ્વાપરયુગમાં બ્રહ્માજી પોતે વ્યાસ બનીને આવ્યાં ત્યારે વ્યાસજીને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી શ્વેત નામના યોગીશ્વર બનીને આવ્યાં. એમનાં ચાર શિષ્યો હતાં. શ્વેત, શ્વેતાશ્વ, શ્વેતશિખ અને શ્વેતલોહિત આ ચાર શિષ્યો યોગમાર્ગના આચાર્ય થયાં. આ અવતારમાં મહાદેવજીએ વ્યાસજીને માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે વેદોનું વિભાજન કરવું.
બીજા દ્વાપરયુગમાં પ્રજાપતિ નામના વ્યાસ થયાં. ત્યારે તે વ્યાસજીને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી સુનાર નામના યોગીશ્વર બનીને આવ્યાં. ત્રીજા દ્વાપરયુગમાં ભાર્ગવ નામના વ્યાસ થયાં ત્યારે મહાદેવજી દમન નામના યોગીશ્વર બનીને આવ્યાં અને વ્યાસજીને માર્ગદર્શન આપ્યું. ચોથા દ્વાપરયુગમાં અંગિરા નામના વ્યાસ થયાં ત્યારે મહાદેવજી સુહોત્ર નામના યોગીશ્વર થઈને આવ્યાં અને વ્યાસજીને માર્ગદર્શન આપ્યું.

પાંચમાં દ્વાપરયુગમાં સવિતા નામના વ્યાસ થયાં ત્યારે મહાદેવજી કંક નામના યોગીશ્વર બનીને આવ્યાં. છઠ્ઠા દ્વાપરયુગમાં મૃત્યુ કહેતાં યમદેવ પોતે વ્યાસ થઈને આવ્યાં ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી લોકાક્ષિ નામના યોગીશ્વર થઈને આવ્યાં. સાતમાં દ્વાપરયુગમાં દેવરાજ ઈન્દ્ર જ્યારે વ્યાસ બનીને આવ્યાં ત્યારે મહાદેવજી જૈગીષાય નામના યોગીશ્વર બનીને આવ્યાં અને વ્યાસજીને માર્ગદર્શન આપ્યું. આઠમાં દ્વાપરયુગમાં જ્યારે વશિષ્ઠજી વ્યાસ બનીને આવ્યાં ત્યારે મહાદેવજી દધિવાહન નામના યોગીશ્વર થઈને આવ્યાં અને વ્યાસજીને માર્ગદર્શન આપ્યું. નવામાં દ્વાપરયુગમાં સારસ્વત નામના વ્યાસ થયાં ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી વૃશ નામના યોગીશ્વર બનીને આવ્યાં. આ અવતાર ઋષભ નામના યોગીશ્વરથી પ્રસિદ્ધ થયો. વ્યાસજીને માર્ગદર્શન આપી અનેક ભક્તોનું કલ્યાણ કર્યું.

દસમાં દ્વાપરયુગમાં ત્રિધામા નામના વ્યાસ થયાં ત્યારે મહાદેવજીના શ્રૃતિવિદિત ચાર પુત્રો ભૃંગ, બલબન્ધુ, નરામિત્ર અને તપોધન કેતુશ્રૃંગ. અગિયારમાં દ્વાપરયુગમાં ત્રિવૃત્ત નામના વ્યાસ થયાં ત્યારે ગંગાદ્વારમાં મહાદેવજી તપ નામના યોગીશ્વર બનીને આવ્યાં અને તેમણે વ્યાસજીને માર્ગદર્શન આપ્યું. બારમાં દ્વાપરયુગમાં શતતેજા નામના વ્યાસ થયાં ત્યારે તેમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી અત્રિ નામના યોગીશ્વર બનીને આવ્યાં. તેરમાં દ્વાપરયુગમાં જ્યારે ધર્મસ્વરૂપ નારાયણ વ્યાસ થયાં ત્યારે તેમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી બલિ નામના યોગીશ્વર થઈને આવ્યાં. ચૌદમાં દ્વાપરયુગમાં રક્ષ નામના વ્યાસ થયાં ત્યારે મહાદેવજી વ્યાસજીને માર્ગદર્શન આપવા માટે ગૌતમ નામના યોગીશ્વર થયાં. પંદરમાં દ્વાપરયુગમાં ત્રય્યાઋણી નામના વ્યાસ થયાં એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી વેદશિરા નામના યોગીશ્વર બનીને આવ્યાં. સોળમાં દ્વાપરયુગમાં દેવ નામના વ્યાસ થયાં ત્યારે મહાદેવજી ગોકર્ણ નામના યોગીશ્વર બનીને આવ્યાં અને માર્ગદર્શન આપ્યુ. સત્તરમાં દ્વાપરયુગમાં દેવકૃતંજ્ય નામના વ્યાસ થયાં ત્યારે તેમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી ગુહાવાસી નામના યોગીશ્વર બનીને આવ્યાં.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
