ગરમીની અસર જ્યારે મગજ પર થઈ જાય છે તો કેટલાક સંકેતો જોવા મળે છે. આ સંકેતોને ગરમીના કારણે થતી સામાન્ય સમસ્યા ગણી ઈગ્નોર કરી દેવું સૌથી મોટી ભુલ સાબિત થઈ શકે છે. ગરમીના કારણે મગજ ડેમેજ પણ થઈ શકે છે.
ગરમીના દિવસોમાં એવું ઘણી વાર સાંભળવા મળે છે કે મગજ પર ગરમીની અસર થઈ ગઈ છે. મેડિકલ ભાષામાં તેને બ્રેન હીટ સ્ટ્રોક કહેવાય છે. મગજ પર ગરમીની અસર ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન 40 ડિગ્રીથી વધી જાય. જ્યારે આવું થાય છે તો ગરમીની અસર ડાયરેક્ટ મગજ પર પડવા લાગે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર આ સ્થિતિ મેડિકલ ઈમરજન્સી હોય છે. જો કોઈ વ્યક્તિમાં ગરમીના દિવસોમાં આ 4 લક્ષણો જોવા મળે તો સમજી જવું જોઈએ કે ગરમીની અસર તેના મગજ પર થઈ છે.
મગજ પર ગરમીની અસર થવી એક મેડિકલ ઇમરજન્સી છે જેમાં સમયસર દર્દીને સારવાર ન મળે તો તેના મગજને કાયમી નુકસાન પણ થઈ શકે છે એટલા માટે જ તેના શરૂઆતથી લક્ષણોને ધ્યાનમાં લેવા જરૂરી છે. જ્યારે ગરમીની અસર મગજ પર થઈ હોય તો વ્યક્તિના વર્તનમાં નીચે દર્શાવ્યા અનુસારના ફેરફાર દેખાવા લાગે છે આ લક્ષણો જોવા મળે કે તુરંત જ સુરક્ષાના પગલાં લેવા જોઈએ.

મગજ પર ગરમીની અસરના લક્ષણો
1. મગજ પર ગરમીની અસર થઈ હોય તો સૌથી પહેલા માથું દુખવા લાગે છે. સાથે જ ચક્કર આવે છે.
2. ગરમી મગજ પર ચડી ગઈ હોય તો ભ્રમની સ્થિતિ સર્જાય છે અને વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થાય છે.
3. ગરમીની અસર મગજ પર થઈ ગઈ હોય તો ગુસ્સો આવે છે અને બોલવામાં પણ તકલીફ થવા લાગે છે..
4. જો મગજ પર ગરમીની અસર વધારે થઈ હોય તો વ્યક્તિને શરીરનું સંતુલન જાળવવામાં મુશ્કેલી થાય છે. જેના કારણે તે હલનચલન પણ બરાબર કરી શકતી નથી.
મગજ પર ગરમીની અસર થાય ત્યારે શરૂઆતી સ્ટેજમાં આવા લક્ષણો જોવા મળે છે. આ સ્ટેજ પર પણ તેના શરીરના તાપમાનને ઓછું કરવાના પ્રયત્નો કરવામાં ન આવે અને તેને સારવાર ન મળે તો ગંભીર લક્ષણો જોવા મળે છે. આ ગંભીર લક્ષણમાં વ્યક્તિને એટેક આવી શકે છે, વ્યક્તિ બેભાન થઈ શકે છે, તેનું શરીર અત્યંત ગરમ થઈ જાય છે.
દર્દીને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી ?
જો કોઈ વ્યક્તિમાં ઉપર દર્શાવ્યા અનુસારના લક્ષણો જોવા મળે એટલે કે કોઈને મગજ પર ગરમીની અસર થઈ ગઈ હોય તો પ્રાથમિક સારવારના ભાગરૂપે સૌથી પહેલા તેના શરીરને ઠંડું કરવાના પ્રયત્નો કરો. જો દર્દીનું શરીર તુરંત ઠંડુ કરવામાં ન આવે તો મગજને નુકસાન થઈ શકે છે. દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી તુરંત જ હોસ્પિટલ લઈ જાવ.

હિટ સ્ટ્રોકથી બચવા શું કરવું ?
ગરમીની અસર મગજ પર થવાનું જોખમ સૌથી વધારે બાળકો અને વૃદ્ધોને હોય છે. ગરમીના દિવસોમાં બાળકો અને વૃદ્ધોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ સિવાય ગરમીમાં શરીર હાઇડ્રેટ રહે તે વાતનું ધ્યાન રાખવું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
