વધતા જતા તાપ અને ઇંધણના દરવધારાને પગલે શાકભાજીના ભાવ આસમાને જવા લાગ્યા છે. ફણસીનો ભાવ તો ૨૦૦ રૃપિયાને આંબી ગયો છે. ગુવાર અને વટાણા સહિતના શાકના ભાવ પણ સેન્ચુરી વટાવી ગયા છે.
અસહ્ય ગરમીને લીધે શાકભાજી જલ્દી બગડી જતા હોવાથી વેપારીઓએ નુકસાન ભોગવવું પડે છે. પરિણામે જથ્થાબંધ ભાજીપાલા માર્કેટના વેપારીઓ શાકની કિંમત વધારે એટલે રિટેલ વિક્રેતાઓ પણ અનેકગણો પ્રોફિટ ચડાવીને શાકભાજી વેંચે છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ફણસી, કારેલા, સિમલા મરચાં, કાકડી અને જુદી જુદી ભાજીના ભાવ બહુ વધી ગયા છે. હોલસેલ માર્કેટમાં ૮૦થી ૧૨૦ રૃપિયે કિલો મળતી ફણસી રિટેલ માર્કેટમાં ૧૬૦થી ૨૦૦ રૃપિયે કિલો વેંચાય છે.
ગુવાર ૧૦૦થી ૧૨૦, વટાણા ૧૦૦થી ૧૨૦ રૃપિયે કિલો વેંચાય છે. ભિંડા, દૂધી, સરગવાની શિંગ અને કોળાની કિંમત પણ વધી છે.
અત્યારે ટમેટા, કોબી, ફ્લાવર અને રિંગણાના દર કન્ટ્રોલમાં છે. વેપારીઓનું કહેવું છે કે ચોમાસુ બેસશે નહીં ત્યાં સુધી શાકભાજીના ભાવમાં તેજી કાયમ રહેવાની છે.

શાકભાજીના કિલોએ હોલસેલના અને છુટકના દર આ પ્રમાણે છે.
શાક હોલસેલ રિટેલ
ફણસી ૮૦થી ૧૨૦ ૧૬૦થી ૨૦૦
ગુવાર ૩૦થી ૪૦ ૧૦૦થી ૧૨૦
વટાણા ૬૫થી ૭૫ ૧૦૦થી ૧૨૦
સ. શિંગ ૩૦થી ૪૦ ૮૦થી ૧૦૦
ભિંડા ૨૬થી ૪૦ ૮૦થી ૧૦૦
દૂધી/ભોપલા ૨૦થી ૩૦ ૬૦થી ૮૦
કારેલા ૨૦થી ૪૪ ૬૦થી ૮૦
સિમલા મ.૨૪થી ૩૬ ૬૦થી ૮૦
ટમેટા ૧૪થી ૨૪ ૪૦થી ૫૦
રિંગણા ૧૬થી ૪૦ ૬૦થી ૮૦
ભાજીના ભાવ પણ વધી ગયા છે. પાલકની ભાજીની જૂડીના ૩૦થી ૪૦ રૃપિયા, મેથી ૩૦ રૃપિયા, શેપૂ ૪૦ રૃપિયા અને કોથમિરની જૂડી ૩૦થી ૪૦ રૃપિયા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
