ઓનલાઈન ફાર્મા ડિલિવરી કંપનીઓ સામે દેશભરના કેમિસ્ટોમાં ઉગ્ર અસંતોષ વચ્ચે બુધવારે મુંબઈ સહિત સમગ્ર દેશમાં મેડિકલ સ્ટોર્સના એક દિવસીય બંધની વ્યાપક અસર જોવા મળી હતી. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ ના આહવાન પર યોજાયેલા આ બંધને મુંબઈના મોટા ભાગના ખાનગી મેડિકલ સ્ટોર્સે સમર્થન આપતાં અનેક વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી.
ઘણા વિસ્તારોમાં લોકો જરૃરી દવાઓ મેળવવા માટે ખુલ્લી મેડિકલ દુકાનો શોધતા જોવા મળ્યા હતા. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય લાંબા ગાળાની બીમારીઓ માટે દવાઓ લેતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. એવું જાણવા મળ્યું હતું.

દરમિયાન પરિસ્થિતિ ગંભીર ન બને તે માટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પહેલેથી જ એલર્ટ મોડમાં આવ્યું હતું. એફડીએએ રાજ્યભરના હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર્સ, ૨૪ કલાક ખુલ્લી રહેતી ફાર્મસીઓ અને આવશ્યક સેવાઓ આપતી દુકાનોને ચાલુ રાખવા સૂચના આપી હતી, જેથી દર્દીઓને જીવનરક્ષક દવાઓ માટે મુશ્કેલી ન પડે.
મુંબઈમાં એફડીએદ્વારા અલગ-અલગ વિસ્તારો માટે કંટ્રોલ રૃમ પણ કાર્યરત કરવામાં આવ્યા હતા. દવા પુરવઠા પર સતત નજર રાખવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીઓ, પોલીસ તંત્ર, બીએમસીના આરોગ્ય વિભાગ, ખાનગી હોસ્પિટલો અને મેડિકલ એસોસિએશનો સાથે સંકલન જાળવવામાં આવ્યું હતું.
દવા વેપારીઓએ સરકારની દવા નીતિ અને ખાસ કરીને ઈ-ફાર્મસી ક્ષેત્ર સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. સંગઠનના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના ૧.૩૫ લાખથી વધુ અને દેશભરના આશરે ૧૨.૫૦ લાખ મેડિકલ સ્ટોર માલિકોએ આ હડતાળમાં ભાગ લીધો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
