ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સિતારાઓ એવા છે જેનું નામ સામે આવતા જ ઓડિયન્સ ખુશ થઈ જાય. આમ, દિલીપ કુમાર, રાજ કપૂર, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન સહિત બીજા અનેક સુપરસ્ટાર્સ એવા છે જેમણે પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોને ખુશ કરી દીધા હોય.
રાજ કપૂર, રાજેશ ખન્ના અને દિલીપ કુમાર જેવા સ્ટાર્સને લોકો આજે પણ યાદ કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા સુપરસ્ટાર વિશે જણાવીશું જેમને બહુ ઓછાં લોકો ઓળખતા હશે. આ સુપરસ્ટારે ભારતીય સિનેમાની દશા અને દિશા બદલવામાં મહત્વનો ફાળો આપ્યો છે. પોતાની આગવી અદા અને સિંગિંગનાં દમ પર હિન્દી સિનેમાનાં પહેલાં સુપરસ્ટાર કહેવાયા હતા. પરંતુ એક્ટરનું મોત બહુ દર્દનાક રીતે થયુ હતુ.
મોટા પડદા પર શાહરુખ ખાન અને દિલીપ કુમાર એમ બન્નેએ દેવદાસનો રોલ કર્યો હતો. પરંતુ સૌથી પહેલી દેવદાસ ફિલ્મમાં કામ કરનાર કુંદન લાલ સૈગલ હતા, જેમણે લોકોનાં દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી.

કુંદન લાલ સૈગલે દેવદાસમાં કમાલની એક્ટિંગ કરી હતી. આટલું જ નહીં પોતાને ભારતીય સિનેમાના પહેલાં સુપરસ્ટાર સાબિત કર્યાં હતા. એક્ટરની મહેનત, સંઘર્ષ અને સંગીતનો વારસો આજે પણ નવી પેઢીને પ્રેરિત કરે છે. જમ્મુનાં નવા શહેરમાં જન્મેલા કુંદન લાલ સૈગલને ભારતીય જગતનાં પહેલાં સુપરસ્ટાર માનવામાં આવે છે. તેમની એક્ટિંગ નહીં, પરંતુ અવાજ પણ કમાલનો હતો. માનવામાં આવે છે કે તેમનાં નામથી જ ફિલ્મ સુપરહિટ થતી હતી.
જો કે આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે કે.એલ.સૈગલે પહેલું ગીત 12 વર્ષની ઉંમરમાં જમ્મુ કશ્મીરનાં રાજા હરિ સિંહનાં દરબારમાં ગાયુ હતુ. 13 વર્ષની ઉંમરમાં જ્યારે તેમની અવાજમાં બદલાવ આવ્યો ત્યારે અનેક વાતની ચિંતા સતાવતી હતી. આ કારણે કોઈની સાથે વાત પણ કરતા નહોતા.
આ હરકતથી ઘરનાં લોકો પણ કંટાળી ગયા હતા અને સંતની પાસે લઈ ગયા હતા. આમ, એક સંતે બે વર્ષ સુધી મંત્ર ઉચ્ચારણ કરવાનું કહ્યું અને પછી તેમનો અવાજ સારો થયો.જો કે કુંદન લાલ સૈગલને શરાબ પીવાની આદત બહુ ખરાબ હતી. રેકોર્ડિંગ પહેલાં તેઓ શરાબ પીતા હતા અને પછી આગળનું કામ કરતા હતા. જો કે આ ટેવે એક્ટરનાં શરીરને અંદરથી ખલાસ કરી દીધું હતુ.

શરાબને કારણે લિવર ખરાબ થઈ ગયુ હતુ અને માત્ર 42 વર્ષની ઉંમરમાં 18 જાન્યુઆરી 1947 નાં રોજ દુનિયાને અલવિદા કહ્યું હતુ. જો કે આજે પણ લોકો એક્ટરને દિલથી યાદ કરે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
