ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (ટીડીઆર) ટ્રાન્ઝેક્શન માટે દેશનું પહેલું ઈન્ટિગ્રેટેડ ડિજિટલ પ્લેટફોર્મ બુધવાર, ૧૫ એપ્રિલથી મુંબઈમાં સંપૂર્ણપણે કાર્યરત થવાનું છે.મુંબઈ મહાનગરપાલિકાના સહયોગથી રાજ્ય સરકાર, તેના અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ટીડીઆર વ્યવહાર માટે ભારતનું સૌથી પહેલું ડિજિટલ પ્લેટફોર્મ-ઈ-ટીડીઆર શરૂ કરી રહી છે, જે આજથી બુધવાર ૧૫ એપ્રિલથી અમલમાં આવશે. બુધવારથી પૂર્ણ ક્ષમતાએ આ સિસ્ટમ શરૂ થશે. આ સિસ્ટમમાં ખરીદદારો અને વેચાણકારોને રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આ માધ્યમથી ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (ટીડીઆર) વ્યવહાર બંને પાર્ટીઓ માટે પારદર્શક, સુરક્ષિત અને ઝડપી પદ્ધતિએ પૂર્ણ થશે. તેમ જ મહાનગરના રિઝર્વ પ્લોટ, ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) સંદર્ભને લગતા વ્યવહાર પણ વધુ સરળ થશે.મહારાષ્ટ્ર સરકારે ટીડીઆર આ મહત્ત્વાકાંક્ષી ડિજિટલ ઉપક્રમ શરૂ કરીને નાગરી વિકાસ પ્રક્રિયામાં મોટો તબક્કો પાર કર્યો છે. આ ઉપક્રમમા પાલિકાએ નોડલ એજન્સીની ભૂમિકા ભજવી છે. તેથી મુંબઈ મહાનગરમાં વધુ પ્રભાવી રીતે તેને અમલમાં મૂકવામાં મદદ મળશે એવું પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ કહ્યું હતું.

ટીડીઆર એટલે શું?
જયારે કોઈ માલિકની જમીન સાર્વજકિ કામ માટે (ઉદાહરણ તરીકે રસ્તા, ઉદ્યાન, પ્રોજેક્ટ)માં લેવામાં આવે છે ત્યારે તેને સીધા પૈસા નહીં આપતા તેના બદલામાં બાંધકામના વધારાના હક આપવામાં આવે છે. આ હક જે સર્ટિફિકેટમાં આપવામાં આવે છે તેને ડીસીઆર (ડેવલપમેન્ટ રાઈટ્સ સર્ટિફિકેટ) કહેવામાં આવે છે. સંબંધિત માલિક આ ટીડીઆરને અન્ય ડેવલપરને વેચી શકે છે અથવા પોતાના પ્રોજેક્ટમાં પણ વાપરી શકે છે.
સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
વેબસાઈટ પર રજિસ્ટર્ડ થયેલા ખરીદદાર અને વેચાણકર્તા પોર્ટલ પર લૉગ-ઈન કરીને પોતાના પાસે રહેલા ટીડીઆર વેચાણ માટે ઉપલબ્ધ કરી શકે છે. તેમ જ ખરીદદાર પણ રજિસ્ટ્રેશન કરીને વેચાણ માટે ઉપલબ્ધ રહેલા ટીડીઆર માટે સીધી બોલી લગાવી શકશે. બંને પાર્ટી વચ્ચે રહેલા વ્યવહારમાં પારદર્શકતા વધશે. તેમ જ બોલી લગાવીને પણ વ્યવહારમાં વાટાઘાટો કરી શકાશે. એક વખત ટીડીઆર બાબતે બંને પાર્ટી વચ્ચે વ્યવહાર નક્કી થઈ શકે ત્યારબાદ સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ દ્વારા પૂર્ણ કરી શકાશે.

ત્યારબાદ સંબંધિત ટીડીઆર ખરીદદારના ખાતામાં જમા કરવામાં આવશે અને વેચાણકર્તાને તેની યોગ્ય રકમ આપવામાં આવશે. ટીડીઆર વ્યવહાર પૂર્ણ થયા બાદ સંપૂર્ણ વ્યવહારનો ડિજિટલ કરાર (કોન્ટ્રેક્ટ નોટ) તૈયાર થશે. આ સંબંધિત વ્યવહારનો તૈયાર થનારો કાયદેસરનો કમ્પ્યુટરાઈસ્ડ દસ્તાવેજ રહેશે. આ કરાર બંને પાર્ટીમાં થયેલા વ્યવહારની સંપૂર્ણ નોંધ રાખશે, જે કાયદેસર રીતે પણ મહત્ત્વનો રહશે. સિસ્ટમમાં કેવાયસી આધારિત રજિસ્ટ્રેશન અને સુરક્ષિત વ્યવહાર માટે સુરક્ષિત બેન્ક લિંકીંગનો સમાવેશ થાય છે. વધુમાં તે એઆઈ-આધારિત વિશ્ર્લેષણનો સમાવેશ કરશે અને ડેટાને સ્ટોર પણ કરશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
